વિવેક બુદ્ધિ
વિવેક બુદ્ધિ


સોહન અને મોહન નામના બે શિલ્પી હતા. બંને મકાન બાંધકામનું કામ કરતા હતા. સોહન સ્વભાવે ઉતાવળ્યો હતો. તે ઝડપથી કોઇપણ મકાનનું બાંધકામ પૂર્ણ કરી દેતો. બીજી બાજુ મોહન ખૂબ જ ચીવટ અને કાળજીથી મકાન બનાવવામાં માનતો. તેણે સોહનની આવી અધીરાઈ જરાયે ગમતી નહીં. મોહન કાયમ તેણે ટોકતો કે, “સોહન, મકાન બાંધવામાં આમ ઉતાવળ ન કરીશ. ઉતાવળે આંબા ક્યારેય ન પાકે!” પરંતુ સોહન મોહનની સલાહને એક કાનેથી સાંભળી બીજા કાનથી કાઢી નાખતો.
એકવાર તે બંનેને ગામથી દૂર આવેલા એક શહરમાં મકાન બાંધવાનું કામ મળ્યું. તેમનું કામ ચાલતું જ હતું ત્યાં તેમની નજરે દૂરથી આવતું એક મોટું વંટોળીયું ચડ્યું. સોહન ઉતાવળીયે એક ઝૂંપડું બાંધી તેમાં જઈને છુપાઈ ગયો. જયારે મોહન ખૂબ જ ચીવટ અને કાળજીથી સુરક્ષિત મકાન બનાવવા લાગ્યો. ઝંઝાવાત જયારે નજીક આવ્યું ત્યારે મોહનનું મકાન પા ભાગનું પણ બન્યું નહોતું! પરિણામે તે વંટોળીયા ફસાઈને મૃત્યુ પામ્યો.
ટૂંકમાં, નિયમોને અનુસરો પરંતુ ક્યારેક ક્યારેક ખૂબ જરૂરી છે વાપરવી વિવેક અને બુદ્ધિ.
(સમાપ્ત)