Bhavna Bhatt

Others

3.4  

Bhavna Bhatt

Others

વિવાહ

વિવાહ

1 min
90


આરતીના વિવાહ રજત સાથે થયાં. રજત અને આરતી બંનેની પસંદગી ખુબ જ અલગ હતી એવું જમવામાં પણ હતું.

આરતીને ગળ્યું વધુ ભાવે જ્યારે રજતને તીખું તળેલું ભોજન વધું ભાવે.

આ બંનેની જોડી જોઈને ટોમ એન્ડ જેરીની યાદ આવી જાય.

આખો દિવસ દરેક દરેક વાતમાં બંનેનો વિરોધાભાસ હોય એટલે નાની નાની બાબતોમાં ગુસ્સો કરે ને ઝઘડ્યા જ કરે.

પણ વિવાહનાં પવિત્ર બંધનને નિભાવી જાણે.

એકમેક માટે લાગણી ખુબ પણ વ્યકત કરતા ન આવડે આમ છતાંયે વિવાહિત જીવન ગાડું હંકારે રાખે.

સમયચક્ર ફરતું રહ્યું ને બે બાળકોના મ બાપ બન્યા પણ છોકરાઓની સામે પણ બંને નાની અમથી વાતમાં ઝઘડી પડે ને પછી અબોલા ચાલે પણ બાળકો બંનેને ખુબજ વ્હાલા હતાં એટલે બાળકોની બાબતમાં સમાધાન કરી લેતાં.

ઓળખીતા પારખીતા પણ આ લોકોનાં વિવાહિત જીવન પર હસતાં રહેતાં પણ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી વિવાહનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં હતાં એટલે ઝઘડવું ને સમાધાન કરી લેતાં આમ કરતાં કરતાં છોકરાઓ મોટા થયા ને છોકરાઓનાં પણ વિવાહ થયાં.

દીકરી સાસરે ગઈ ને દીકરો પુત્રવધુ લાવ્યો છતાંયે આ બંનેનાં ઝઘડા ચાલુ જ રહેતાં હતાં.

ઘરમાં વિવાહ કરીને નવી આવેલી પુત્રવધુ આ બધું જોઈ ગભરાઈ જતી હતી.

પછી ધીમે ધીમે સમજાયું કે આ લોકોનાં વિવાહ જ ઝઘડવા માટે થયાં છે.

આમ ઝઘડતાં ઝઘડતાં લગ્નનાં છત્રીસ વર્ષ પૂર્ણ કર્યા ને દીકરા વહુએ ફરીથી વિવાહ કરાવીને બંધનમાં બાંધી દીધાં.


Rate this content
Log in