વિસ્મૃતિ
વિસ્મૃતિ
ઘરમાં રહીને એકાદ અઠવાયું માંડ પસાર થયું ત્યાં-
'સરલા, મારી બેગ ક્યાં ? ગુણવંત બોલ્યો.
સરલા કંઈ સમજી નહીં આમ છતાં કબાટમાંથી ગુણવંતની ઓફિસ બેગ લઈ આવી.
'ચાલો હું જાઉં છું' બોલતા તે ઉતાવળે 'ચ' રોડ તરફ જવા નીકળી ગયો. સરલા આશ્ચર્યથી જોઈ રહી. તેણે વિચાર્યું, કોઈ કામે બહાર જતા હશે એટલે તેણે પણ વળતો કોઈ પશ્ન ન કર્યો.
સચિવાલય ગેટ પાસે ગાડી રોકતા પોલીસ બોલ્યો; 'આઈ કાર્ડ…' ગાડી ઊભી રાખી તેણે ખિસ્સા ફંફોસ્યા. તે પછી 'કંઈક' યાદ આવી જતા પોલીસને 'સોરી' બોલતા વિલે મોંએ તે પાછો ફર્યો પોલીસમેન પણ તેને આશ્ચર્યથી જોઈ રહ્યો !
