Bhavna Bhatt

Others

3.5  

Bhavna Bhatt

Others

વિશ્વ મેદસ્વીતા દિવસ

વિશ્વ મેદસ્વીતા દિવસ

1 min
18


આજે આખો દેશ મેદસ્વીતાથી પીડાઈ રહ્યો છે એનું કારણ એ છે કે ફાસ્ટ ફૂડ વધું ખવાય છે અને બેઠાડું જીવન જીવાય છે.

અત્યારે શ્રમ વાળું કોઈ કામ જ નથી રહ્યું ઈલેક્ટ્રોનિક અધતન સુવિધાઓ નો ઉપયોગ થાય છે.

પહેલાનાં જમાનામાં તો કપડાં ધોવા તળાવે જવું પડતું, પાણી કૂવામાંથી અથવા પંપથી ભરવું પડતું.. અનાજ ને છડવું કે દળવું એ બધું જ ઘરમાં થતું હતું અને સાત્વિક ભોજન જ લેવામાં આવતું હતું એની સામે અત્યારે બધું જ ઊંધું ચક્ર ચાલુ છે.

બહારની ખાણીપીણીનાં ચટકા અને શ્રમવગરનું જીવન એટલે મેદસ્વીતા વધતી જ જાય છે.

મેદસ્વિતા વધતાં યોગા ક્લાસ, જીમ, એરોબિક જોઈન્ટ કરે છે પણ પાંચ છ મહિના આ બધું ચાલે પછી પાછી મોજની જિંદગી જીવે એટલે મેદસ્વીતા વધતી જ જાય...શરીર ઉતારવા ડાયેટીગ કરે પણ પછી ખાવાનું ચાલુ કરે તો ખાવા પીવામાં કોઈ સંયમ નથી રાખતા એટલે દિનપ્રતિદિન મેદસ્વીતા વધતી જાય છે.

મેદસ્વિતાનાં નિવારણ માટે નિયમિત જીવન જીવવું જોઈએ. સાત્વિક ભોજન જમવું જોઈએ અને રોજ સવાર સાંજ ચાલવું જોઈએ .. ઘરનાં દરેક નાનાં મોટાં કામ જાતે કરવા જોઈએ. ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં અને સોડા અને જંક ફૂડ ને ત્રણ ચાર મહિનામાં એક વખત ખાવાં જોઈએ.


Rate this content
Log in