STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

વિશાળતા

વિશાળતા

1 min
14.7K


"આ નાનકડા જેલ જેવા ફ્લેટમાં કેમ ફાવે?" જયારે પણ વિવેક  ચિરાગના ઘરમાં પ્રવેશે અચૂક સલાહ આપે "હવે તો જરા મોટું ઘર ખરીદ," ચિરાગની પારિવારિક જવાબદારીઓ અને જીવન સંઘર્ષ એના વિશાળ મહેલ જેવા ફ્લેટમાં રહેતા મિત્ર કરતાં ખૂબજ અલગ. છતાં એ ટીકા મિત્રતા ખાતર હસીને ચુપચાપ સાંભળી લેતો. પણ આજે વિવેકે એના પરિવાર જોડે આ નાનકડા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એ વિશ્વનું સૌથી વિશાળ ઘર ભાસી રહ્યું અને એનાથી વિશાળ તો એના મિત્ર નું હૃદય, જે ધરતીકંપમાં પોતાનો વિશાળ ફ્લેટ ગુમાવી ચૂકેલ મિત્ર અને પરિવારને પોતાના ઘરે શીઘ્ર લઈ આવ્યું.


Rate this content
Log in