STORYMIRROR

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

વિકલ્પ

વિકલ્પ

1 min
29.1K


સમસ્યા જીવલેણ બની ચુકી હતી.કોઈ ઉપાય કોઈ ઉકેલ ની આશાજ દેખાતી ના હતી.ના કોઈ ને કઈ કહેવાતું હતું.ના અંદર હવે સહેવાતું હતું. એકજ વિકલ્પ! કશે થી એક જાડું દોરડું લઇ પંખા પર ગોઠવ્યું.ગળાને કસીને દોરડામાં ભેરવ્યું. નીચેની ખુરસી ને હડસેલી કે તરતજ એક છલાંગ સાથે દોરડું કાઢી નાખ્યું. ધ્રુજતા શરીર ,ધ્રુજતા હય્યા સાથે મિત્રને ફોન લગાવી દિવસોથી અંદર સંગ્રહી રાખેલ બધુજ  શબ્દેશબ્દ કહી નાખ્યું. મિત્ર દોડતો આવી પહોંચ્યો. થોડા દિવસો, મહિનાઓ, વર્ષો લાગ્યા પણ આખરે સમસ્યા ઉકેલાય ગઈ. આજે જયારે પણ એ ક્ષણ એની આંખો સામે આવે છે ત્યારે જીવન ઠાલવી નાખવા કરતા હ્ય્યુ ઠાલવી નાખવાના પોતે પસંદ કરેલ વિકલ્પ પર એ ગર્વ અનુભવે છે!


Rate this content
Log in