Kaushik Dave

Children Stories Drama Children

4.3  

Kaushik Dave

Children Stories Drama Children

વીતેલો શાળા સમય

વીતેલો શાળા સમય

2 mins
138


'હેલ્લો, અરે રોહિત મને તારી નોટ આપને. મારે લેશન કરવાનું બાકી છે.'

'ના..હો.મારી મમ્મી લડે.'

'તો પછી તે લેશન કર્યું છે એના ફોટા પાડીને મારી મમ્મીના વોટ્સએપ નંબર પર મોકલજે. હું મમ્મીને સમજાવીશ.'

'ઓકે..પણ મારી મમ્મીને પણ કહીશ કે તારી તબિયત સારી નહોતી એટલે મોકલું છું.'

'સારું સારું... જોને આ કોરોના આવ્યો ત્યારથી હાઈસ્કૂલ જવાતું નથી. આપણે કો'ક વાર જ મળીએ છીએ.એ પણ મમ્મી સાથે હોય ત્યારે.'

વિરાટ અને રોહિત હાઈસ્કૂલના ખાસ મિત્રો. પણ કોરોના સમયમાં સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન ક્લાસ ચાલતા હતા.

પણ બંનેનું મનતો ઓનલાઈન ક્લાસમાં રહેતું નહોતું. ભણવાની જે મજા ક્લાસમાં હોય છે એવી મજા ઓનલાઇનમાં નહોતી આવતી. આ ઓનલાઈન ક્લાસના લીધે વિરાટની આંખો નબળી પડતાં બંને આંખોમાં ચશ્મા આવી ગયા હતા.

વિરાટ મનમાં વિચારવા લાગ્યો. અરર..કેવી સ્થિતિ બનવા લાગી છે. અમારા જેવા બાળકો હળીમળીને રમી શકતા નથી. બહાર જતા માસ્ક પહેરવાનું. કાયમ ઘરમાં બેસીને મમ્મીનું કહ્યું કરવાનું. બાળપણ છીનવાઈ ગયું. આ ઓનલાઈનના લીધે ભણવામાં પણ મજા આવતી નથી.

કોરોના પહેલા કેટલા સરસ દિવસો હતા. બધા મિત્રો સાથે ભણતા, રમતા તેમજ નવી નવી વાતો કરતા હતા. હે ભગવાન અમારા જેવા માસુમોનું સાંભળો. વિશ્વને કોરોના મુક્ત બનાવો. હાઈસ્કૂલ કેવી હશે એ પણ ભૂલવા લાગ્યો. નવા નવા મિત્રો પણ બનતા નથી. ઘરમાં રોકટોક. મિત્રો સાથે રમવાનું નહીં. અરે..દર મહિને પપ્પા બહાર ફરવા લઈ જતા હતા એ પણ બંધ થયું.

કેવા સરસ દિવસો હતા..એ કોરોના સમય પહેલાંના. હવે જલ્દી વિશ્વને ભયમુક્ત કરો. અમારી શાળાઓ સમયસર ચાલુ કરાવો..આમ ને આમ અમે આળસુ અને વિચારહિન બની જવાના. મને તો રડવું આવે છે, રોહિતની દશા પણ કેવી થતી હશે ! મારી જેમજ વિચારતો હશે !


Rate this content
Log in