વાટાઘાટ સફળ હોવા છતાં પણ નિષ્ફળ
વાટાઘાટ સફળ હોવા છતાં પણ નિષ્ફળ
પ્રવર્તમાન ભારતનો ઇતિહાસ વાટાઘાટથી ભરેલો છે. પ્રવર્તમાન ભારત આર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, સિંધુ નદીના કિનારે, સિંધુ - પ્રજા અને હિન્દુ - પ્રજાના સમયાંતરે કરેલા વાટાઘાટોનો ઈતિહાસ આપણે બધા જાણીએ જ છીએ. મારી આજની આ વાટાઘાટની વાત સફળ પણ છે, અને નિષ્ફળ પણ છે, એટલે કે સફળ હોવા છતાં પણ નિષ્ફળ છે.
મારી આજની આ વાતના મુખ્ય બે પાત્રો છે, મહાભારત કાળની અંદર, આર્ય સંસ્કૃતિ કાળના બે પ્રસિદ્ધ પાત્રો, ભગવાન શ્રીકૃષ્ણ અને કર્ણ. આ બંનેની આશરે ૫૦૦૦ વર્ષ પહેલાની વાત એ વાટાઘાટનું જ્વલંત ઉદાહરણ છે. ભગવાન કૃષ્ણ કર્ણને મહાભારતના યુદ્ધના બે દિવસ પહેલાં મળીને સમજાવે છે કે, તું પાંડવોનો મોટો ભાઈ છે, છતાં તું કૌરવોનો સાથ શા માટે આપે છે? તું તો યુધિષ્ઠિરથી પણ મોટો ભાઈ છે, તારે યુદ્ધમાં પાંડવોનો જ સાથ આપવો જોઈએ.
કર્ણ ભગવાન શ્રીકૃષ્ણ ની વાત માની પણ જાય છે, છતાં સાથ નથી આપી શકતો, કેમકે તે દુર્યોધનના ઉપકારો નીચે દબાયેલો હોય છે, જેથી તે વિવશ હોય છે. માટે ભગવાન કૃષ્ણની વાટાઘાટમાં તે કર્ણ ને મનાવા છતાં નિષ્ફળ રહે છે. કર્ણને અંગદેશનો રાજા બનાવ્યા હો
વાથી તે લાલચ અને ઉપકારો નીચે વિવશ થઈને પોતાના સગા ભાઈઓને સાથ નથી આપી શકતો.
પ્રવર્તમાન એ જ આર્યભારત, અને આજનું આ હિંદુ ભારતમાં પરિસ્થિતિ સરખી જ છે. આજનો માનવી ખૂબ ભણેલો, ગણેલો અને હોંશિયાર હોવા છતાં, ભ્રષ્ટાચાર કરે છે. સિદ્ધાંતો, મૂલ્યો જાણતા હોવા છતાં લાલચ માટે વાટાઘાટ કરે છે અને ખોટો રસ્તો પણ અપનાવે છે.
આમ, આજના જમાનામાં લોકો સિદ્ધાંતો જાણે છે તે વાત સફળ છે, અને ભ્રષ્ટાચાર આચરે છે માટે તે વાત નિષ્ફળ છે. આમ ૫૦૦૦ વર્ષ પહેલાંની વાટાઘાટ અને આજની સ્વતંત્ર ભારતની વાટાઘાટમાં કંઈ ફેર દેખાતો નથી. આજના બધા મનુષ્યોની માનસિકતા, કર્ણની માનસિકતા જેવી જ છે.
પ્રવર્તમાન સંજોગોની હેઠળ, તમામ રાષ્ટ્રો, રાજ્યો, ગામો, વ્યક્તિઓનો સમૂહ ઝઝુમી રહ્યું છે. એક નાનકડું ઉદાહરણ લઈએ:
દિકરાને બિઝનેસ કરવો છે, માટે પપ્પાએ રૂપિયા આપવાની હા પાડી,માટે બધી વાતમાં દિકરો પપ્પાનું જ માને છે, પછી મમ્મી સાચી હોય કે ના હોય, તે પોતાનો અલગ બિઝનેસ ચાલુ કરવાની લાલચ માટે પપ્પાનું જ માનશે.
મોટા મોટા બિઝનેસની ડીલના પરિણામ પણ વાટાઘાટને લીધે બદલાઈ જાય છે.