વાંદરો અને માછીમાર
વાંદરો અને માછીમાર


એક વાંદરો નદી કિનારે આવેલ એક ઝાડ પર રહેતો હતો. તે રોજે માછીમારને નદીમાં જાળ ફેંકી માછલીઓ પકડતાં જોતો.
એકવાર માછીમાર નદી કિનારે જાળ મૂકી નજીકમાં બેસેલા એના મિત્રો પાસે રોટલા ખાવા જતો રહ્યો. આ તકનો લાભ લઇ વાંદરો ઝાડ પરથી નીચે ઉતર્યો અને માછીમારની નકલ કરતાં પાણીમાં જાળ નાખવા ગયો પરંતુ તેમ કરવા જતાં વાંદરો જ જાળમાં ફસાઈ ગયો. થોડીવાર પછી ભોજન પતાવી જયારે માછીમાર જાળ પાસે આવ્યો ત્યારે જાળમાં ફસાયેલા વાંદરાને જોઈ તે ખૂબ ખુશ થયો. જાળમાંથી વાંદરાને બહાર કાઢી તેને એક પાંજરામાં પૂરી દીધો. બીજા દિવસે એ માછીમારે સારી કિંમતે એ વાંદરો એક મદારીને વેચી દીધો.
બોધ - જે બાબતથી આપણે અજાણ હોઈએ એની સાથે અટકચાળા કરવા જતાં તેનું માઠું પરિણામ ભોગવાનો વારો આવે છે.