ઉંદરના બચ્ચાની સફળતા
ઉંદરના બચ્ચાની સફળતા
એક હતો ઉંદર અને એક હતી ઉંદરડી. તેમને સરસ મજાના બે બચ્ચા હતાં. આ બંને બચ્ચોંમાં એક ખૂબજ તોફાની. તે માતા પિતાની કહેલી વાત માનતું જ ન હતું. એકવાર બન્યું એવું કે ઉંદર અને ઉંદરડી ખોરાક શોધવા દરની બહાર ગયાં.અને સાથે શિખામણ પણ આપતાં ગયાં.
"વહાલાં બચ્ચાં હવે ઘરની બહાર નીકળશો નહીં,
ધીંગામસ્તી જરાય કરશો નહીં;
લાવશું અમે સરસ મજાનુ ખાવાનું,
ખાઈને પછી હરખાવાનું !"
પણ પેલા તોફાની બચ્ચાએ તો મમ્મી- પપ્પાનુ કહ્યું ન માન્યું. અને મોટાભાઈનું પણ કહ્યું ન માન્યું. તે તો બહાર ફરવા નીકળી પડ્યું. બચ્ચું તો આમ કૂદે તેમ કૂદે ! પછી વળી, ચૂ ચૂ કરીને ખુબ જ ધમાલ કરવા લાગ્યું. આમ ધમાલ કરતા કરતા તે બચ્ચું ઘરમાં દાળ છુટી પાડવા ના ખાડામાં પડ્યું. તે બચ્ચાએ તેમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ, તે બહાર નીકળી શક્યું નહીં.
હવે તેને પસ્તાવો થવા લાગ્યો કે મેં મમ્મી-પપ્પાનું માન્યું નહીં તેથી જ આમ થયું છે. તો તેણે હિંમત હાર્યા વિના ખાડાની બહાર નીકળવા ઘણા પ્રયાસો કર્યા. અંતે તે બચ્ચું ખાડાની બહાર નીકળી ગયું ! પછી તે તેના મમ્મી-પપ્પા પાસે દોડી ગયું. અને તેની સાથે બનેલી તમામ ઘટના કહી સંભળાવી. તેના મોટા ભાઈ તથા મમ્મી-પપ્પાને તેના પર ખુબ જ ગર્વ થયો. અને ખુબ જ ખુશ થયાં અને મોટાભાઈએ પણ પોતાના ખોરાક જાતેજ જ શોધવાનો નિર્ણય લીધો.
