ઉકરડો
ઉકરડો
આજનાં આધુનિક યુગમાં તો સોશ્યલ મીડીયાને ઉકરડો બનાવી દીધો છે જેનાં મનમાં જે આવે એ સોશ્યલ મીડીયામાં ઠાલવી જાય છે. પહેલાંના જમાનામાં અને ગામડાઓમાં ગામની ભાગોળે જ ઉકરડો હોય જ્યાં બધાં પોતપોતાના ઘરનો કચરો ઠાલવતા.
હવે તો શહેરમાં પણ કચરો લેવા ગાડી આવે છતાંય ફ્લેટમાં રહેતા લોકો ઉપરથી કચરાની કોથળીઓ છૂટી નાંખતા હોય છે અને સરકાર ગમે એટલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત માહિતી આપીને પગલાં ભરવા માટે સૂચનો કર્યા કરે પણ ભણેલાં ગણેલા લોકો જ મોટી અને મોંઘી ગાડી લઈને નીકળ્યા હોય અને ગાડીમાં બેસીને નાસ્તો કર્યો હોય પછી એ નાસ્તાની કોથળીઓ, ચોકલેટનાં કાગળો, પાણીની ખાલી બોટલ ગાડીનો કાચ ખોલીને રોડ ઉપર નાખી દે છે અરે ભણેલા ગણેલા થઈને મોમાં ભરેલા મસાલા, તમાકુ ચાવીને રોડ કે દિવાલો ઉપર પિચકારી મારી દે છે આ બધાં આધુનિક ઉકરડા છે જે જ્યાં ત્યાં તમને જોવા મળશે જ. ..
માણસ પચાસ લાખની ગાડી લઈને નીકળશે પણ પાન, મસાલાની પિચકારી રોડ ઉપર મારીને જાણે ગર્વ લેતાં હોય છે... પહેલાંના જમાનામાં એકજ જગ્યાએ ઉકરડો હતો પણ હવે તો ઠેર ઠેર ઉકરડા જોવા મળે છે..
અન્ય દેશોમાં કાયદાનું પાલન કરનારા પોતાનાં દેશમાં ગંદકી કરીને દેશને ઉકરડો બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે..
પોતાના ઘરને અને ઓફિસને સ્વચ્છ રાખી શકતાં હોઈએ તો આપણાં શહેર ને દેશને કેમ સ્વચ્છ રાખી નથી શકતા ?
