Mehul Patel

Children Stories Inspirational

4  

Mehul Patel

Children Stories Inspirational

ટીટોડી અને તેનાં બચ્ચાં

ટીટોડી અને તેનાં બચ્ચાં

2 mins
214


 એક હતી ટીટોડી અને તેને સરસ મજાના ચાર બચ્ચાં હતાં. મા ને તેનાં આ બચ્ચાં ખૂબજ વહાલાં હતાં. અને ચારેય બચ્ચાં ને પણ તેમની મા પ્રત્યે એટલોજ પ્રેમ હતો. પણ, આ ચારેય બચ્ચાં ખૂબજ તોફાની હતાં. મા અને તેના બચ્ચાં એક ઘરની પાછળ સુખ ચેનથી રહેતાં. અને તેમને કોઈ નીય હેરાન ગતી હતી નહીં.

બચ્ચાં તો આમ દોડે, તેમ દોડે. ને આખો દહાડો મોજ મસ્તી કરે. અને મા જે કંઈ ખાવાનું લાવે તે હોશેથી અને હળીમળીને ખાય.

 આમ નિત્યક્રમ મુજબ તેમના દિવસો પસર થતા. એકવાર ટીટોડી ઘરની બહાર દૂર ખાવાનું શોધવા જાય છે. અને સરસ મજાની ચોમાસાની મોસમ જામેલી હોય છે. આ તરફ બચ્ચાં પણ કંઇક નવા જ સાહસભર્યું કામ કરવાના મૂડમાં હોય છે. અને બધાં બચ્ચાં સર્વ સંમતિથી મોસમની મજા માણવા જવા નીકળી પડે છે.  

ચારેય બચ્ચાં અલક મલકની વાતો કરતાં કરતાં ઘરથી ઘણે જ દૂર પહોંચી જાય છે. અને પહેલીજ વાર પાકો રોડ જુએ છે. અને વધુ ઉત્સાહિત થઈને રોડ પર ચાલવા નીકળી પડે છે. અને દૂરથી એક ગાડીનો અવાજ સંભળાય છે. અને તે ચારેય બચ્ચાં ગભરાઈ જવાથી રોડ પરથી ક્યાં જવું તે તેના વિમાસણમાં મુકાઈ જાય છે. અને જોત જોતામાં તો ગાડી નજીક પહોંચી જાય છે. અને તેજ સમયે તે બચ્ચાંની મા ઘરે પરત ફરી રહી હોય છે. અને આ દ્રશ્ય જોતા જ ઝડપથી બચ્ચાં અને તેમની તરફ આવી રહેલી ગાડી વચ્ચે ઊડતી ઊડતી અને મોટે થી અવાજ કરતી આવી પહોંચે છે. અને આ સમયે નાના નાના બચ્ચાંથી અજાણ ડ્રાઇવરની નજર તે ટીટોડી ના બચ્ચાં પર પડે છે. અને બચ્ચાંનો જીવ બચી જાય છે.

આ માં ની મમતાનું દ્રશ્ય જોઈને ડ્રાઇવર પણ એક જીવ બચાવ્યાની ખુશી મહેસૂસ કરતો ત્યાંથી પસાર થયો.

બીજી તરફ બચ્ચાં પણ મા ની માફી માગતાં કહે છે કે,"અમે ફરી ક્યારેય તને કહ્યા વિના બહાર નીકળીશું નહીં." મા તેમને તેની પાંખોમાં સમાવી લઈને પ્રેમ પ્રગટ કરે છે.


Rate this content
Log in