STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

તરસની હેસિયત

તરસની હેસિયત

1 min
14.3K


સાડીની દુકાનના કાઉન્ટર ઉપર ઉનાળાની ભર બપોરે ગરમીથી બેહાલ સ્ત્રી બિલ ચૂકવવા પહોંચી. "ઊફ...આ ગરમી!" કાઉન્ટર પરથી અવાજ ઊંચો થયો. "છોટુ મેડમ માટે પાણી લાવ તો.."છોટુ કૂલરમાંથી ઠંડુ પાણી લઈ આવ્યો. ત્યાં જ અન્ય એક સ્ત્રી બિલ ચૂકવવા પહોંચી. "ઇટ્સ હોટ!" કાઉન્ટર પરથી ઈશારો થયો ને છોટુ ભાગતો બાજુના જ્યુસ સેન્ટરમાંથી એક મોટું ગ્લાસ બરફવાળું રિયલ ફ્રૂટ જ્યુસ સ્ટ્રો સાથે લઈ આવ્યો. બંનેની તરસને અપાયેલ જુદા જુદા પ્રતિસાદથી મુંજવણ અનુભવતી પહેલી સ્ત્રી પાણી પીધા પછી પોતાનું નઉસો રૂ નું બિલ ચૂકવી જતી રહી. એના જતાં જ બીજી સ્ત્રીએ જ્યુસની મજા માણી લીધા પછી પોતાનું પંદર હજાર રૂ નું બિલ ચુકવ્યું.


Rate this content
Log in