Hetshri Keyur

Children Stories Inspirational

4  

Hetshri Keyur

Children Stories Inspirational

તરસ

તરસ

3 mins
200


 "ચાલો જમવા બેસીએ, અને આજે તો મોજ પડી જશે એટલી ગરમી એમાં ઠંડો મજાનો કેરીનો રસ !" ગરમીમા ઠંડો રસ મળે તો કોને ન ગમે ? એવુજ કૈક આજે જતનના ઘરનું વાતાવરણ હતું,બધા ને કાયમ બોલાવે જમવા તો તરત આવે નહીં પરંતું આજે રસ હતો એટલે જમવા બેસવાની દરેકને ઉતાવળ હતી. એજ પ્રમાણે ચીમનભાઈ એટલે કે જતનના પાપા ઉતાવળથી નીચે સીડી ઉતરતા બોલ્યા.

 "અરે હજી ખોભરો તમે કહો છો પરંતું જમવા નહીં બેસાય હજી જતન ક્યાં આવ્યો છે ? !" ઘરનો વર્ષો જૂનો નિયમ બને ત્યાં સુધી આખુ ઘર જોડે જમવા બેસે,માટે એની મા એ ચીમનભાઈને ટકોર કરતા રસોડામાંથી કહ્યું !

 "એ એને ફોન કરને મે છેલ્લા અઠવાડિયાથી જોયું છે કે શાળાથી પે'લા પ્રમાણમાં ૨૦ મિનિટ આસપાસ મોડો આવે છે આજે પણ એમ જ લાગે છે પૂછ એને ક્યારે આવશે સાહેબ !"

"અરે તમે બહુ કરી હો આવશે હમણાં કાયમ કઈ થોડો મોડો આવે !" કહી પતીને સમજાવતા નિપા બોલી, નિપા કાયમ પોતાના દીકરાનું ઉપરાણું લઈ લે પરંતું જરૂર લાગે એને ઠપકો પણ આપે. 

 હજી વાત ચાલેજ છે ત્યાં જતન આવી જાય છે..

 "કહ્યું હતુંં ને જો મોડોજ છે આજે પણ ૨૦ નહીં તો ૧૫ મિનિટ !" "આજે કઈજ બોલવાનું નથી નઈ તારે કે નહીં તારી લાડલી દીકરી દીપાએ કારણ હું એને કહીશ એટલે તરત બંને માંડશો ઉપરાણુંં લેવા એનુંં ! તુંં અહીથી અને પેલી ઉપરથી દોડતી આવશે ભાઈની વહારે મને તો જાણે કેમ મારા ખુદના દીકરા પર લાગણી જ ના હોય !" જતન અંદર જાય છે હાથ મોઢું ધોવા એટલી વારમા એના પિતા ચીમનભાઈ લાલ આંખે બોલ્યા.

"ક્યાંથી આવે છે સાહેબ ? આ સમય છે શાળાથી પરત આવવાનો ? અને એક દિવસ હોય બે દિવસ હોય મારા દોસ્ત આપણે પૂરા અઠવાડિયાથી સરસ રેકોર્ડ જાળવ્યો છે અહી ચિંતામા તમારી મા નો હાલ જોયો છે ? બાપની દશા જાણી છે ક્યાં હતા આપશ્રી ? "જતન ને ખખડાવવાનું ચાલુ થાય છે અને અંદાજે ૧૦મિનિટ આસપાસ પિતા બોલે જાય ને નીચું માથું કરી જતન સાંભળે જાય છે. 

 "જતન તારા પૈસા તો લઈ જવા'તા પાછા ! આ લે હું દેવા અવ્યો હતો તને !"જતનનો મિત્ર પૈસા લઈ અને ઘરમાં આવતા બોલે છે, કોઈને કઈજ સમજાતુંં નથી. 

" પૈસા ? ! કયા પૈસાની વાત કરે છે બેટા તુંં ! ? " જતનના પિતાથી રહેવાતુંં નથી અને પૂછે છે.

"લે તમને ખ્યાલ નથી કાકા ! આપણે ઘરની અંદર શાંતિથી રહીએ છીએ, જેમાં બધીજ સગવડ છે જેમ કે પંખો, ફ્રીઝ આપણે ઈચ્છા પડે કેરીનો રસ પીએ પરંતું જે લોકોને રહેવા માટે છત પણ નથી એનુંં શું ?! માટે, હું અને જતન અમારી બંનેની પોકેટમનીમાંથી બચવેલ પૈસામાંથી રોજ ઠંડુ પાણી અને છાશ લઈ અને ગરીબ લોકોને આપવા જઈએ છીએ. એમાંથી એને પોતાના ભાગના થોડા વધુ પૈસા આપ્યા'તા તો હું એને દેવા આવ્યો હતો !" સાંભળી બધુજ સમજી જાય છે અને દીકરાને ગળે લગાડી શાબાશી આપે છે અને કહે છે, "મારો ઉછેર પર મને ગર્વ છે અને મને માફ કરી દે બેટા, મે તને ઠપકો આપ્યો પરંતું એક બાપ તરીકે મારી એ ફરજ પણ છે અને હક પણ, પરંતું હું તને ઠપકો દઉં એનો મતલબ એ બિલકુલ નથી કે હું તને પ્રેમ નથી કરતો દીકરા તું મારો જીવ છો, મારે મારા બંને સંતાન સરખાજ હોય, માતા પિતાને પોતાના એક હોય કે ચાર સંતાન, દીકરો હોય કે દીકરી એક સમાન જ વહાલા હોય બેટા ! નખ ઈશ્વરે ૨૦ આપ્યા છે અને આંખ બે તો શું આંખમાં તકલીફ થાય તોજ માણસને દુઃખ થાય ? નખમાં વાગે તો પણ થાયને ! ? એમ જ બાળક સરખા જ હોય બેટા !"કહી જતનને માથે હાથ ફેરવે છે.


Rate this content
Log in