Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

ત્રણ બોધકથાઓ

ત્રણ બોધકથાઓ

1 min
120


૧) તલવાર અને બિલાડી

એક બિલાડી શસ્ત્રાગારમાં પહોંચી. ત્યાં એણે એક લોહી નીતરતી તલવાર નિહાળી. તલવારમાંથી લોહી ટપકતું જોઈ એણે લાગ્યું એક આ લોહી તલાવરમાંથી જ નીકળી રહ્યું છે તેથી તે હોશે હોશે તલવારને ચાટવા લાગી. પણ દુર્ભાગ્યે ધારદાર તલવારને ચાટવા જતાં બિલાડીની જીભ જ કપાઈ ગઈ.

 ૨) કાગડો અને સફેદ કબુતરની

એક કાગડો સફેદ કબૂતરનીને જોઈને મોહિત થઇ ગયો. કબૂતરની જોડે દોસ્તી કરવા કાગડાએ ચૂનાના ઘોળમાં કૂદકો મારી પોતાને સફેદ રંગમાં રંગી લીધો. હવે તે મસ્ત સફેદ રંગમાં રંગાઈને કબૂતરની પાસે ગયો. કબૂતરની પહેલી નજરે એણે ઓળખવામાં થાપ ખાઇ ગઈ. જેથી એણે કાગડાને કબુતર સમજીને પોતાના માળામાં આમંત્રિત કર્યો. થોડા સમય વીત્યા બાદ આદતથી મજબુર કાગડો જેવો “કાવ.. કાવ...” કરવા લાગ્યો. કબૂતરની એણે ઓળખી ગઈ અને ચાંચ મારી મારી પોતાના માળામાંથી બહાર તગડી મુક્યો. બિચારો કાગડો વિલે મોઢે પાછો પોતાની કાગડી પાસે આવી બેઠો. પણ કાગડી આવા સફેદ રંગે રંગાયેલા કાગડાને જોઈ ગભરાઈ ગઈ. અને તેણે કાગારોળ મચાવી દીધી. જેથી આસપાસના કાગડા ભેગા થયાં અને એમણે કાગડાને ચાંચ મારી મારી તગેડી મુક્યો ! 

 3) સ્ત્રીની મરઘી.

એક મરઘી રોજ એક ઈંડું આપતી. હવે એની માલકિન ઘણી લોભી હતી. એણે વિચાર્યું એક જો હું આ મરઘીને ખવડાવી પીવડાવી તાજીમાજી કરું તો એ રોજ બે ઈંડા આપશે. આમ વિચારી એણે મરઘીનો ખોરાક વધાર્યો. તે મરઘીને હવે દિવસમાં બે વાર ખાવાનું આપતી. પરિણામે મરઘી જાડી થઇ ગઈ જેથી તેં પોતાની ઇંડા આપવાની ક્ષમતા ખોઈ બેસી. 


Rate this content
Log in