તપસ્યા
તપસ્યા


ડોક્ટરનો રીપોર્ટ તેના હાથમાં હતો અને એનો ચહેરો આંસુઓથી ભરેલો હતો. આજે છેલ્લા પાંચ વર્ષથી તેની દવા ચાલી રહી હતી. બાળક ન હોવાથી રાત અને દિવસ તેની જ ચિંતા કરતી અલકા !. અલકાએ અમદાવાદના સારામાં સારા ડૉ.નાગોરીને ત્યાં દવા ચાલું કરી હતી. છ મહિનાના દવાનો કોર્સ કર્યો પણ રિઝલ્ટ ન મળતા, ડોક્નીટર સલાહ મુજબ તેને નાની સર્જરી કરાવી જેમાં ગર્ભાશયની સાફસફાઈ થાય. પાછા છ મહિના દવાઓ કરી.પણ કંઈ જ રિઝલ્ટ નહીં.
તેની પાછળ આવેલા દર્દીને પણ સારા સમાચાર મળતા પણ તેને નહીં તેથી અલકા બહું દુઃખી થતી. પતિપત્ની સાથે દવા લીધી પણ કોઈજ ફરક નહિ. ડૉક્ટર અને દવા બંને એટલા મોંઘા કે સામાન્ય માણસને તો પોસાય નહીં. છતાં ગમે તેમ કરીને તેને દવા ચાલું રાખી. પછી ડૉક્ટરે..આઈ વી એફ કરવાનું કહ્યું ; તો છ મહિના સુધી એવી રીતે દવા કરી. હવે, પણ રિઝલ્ટ ન મળ્યું. હવે અલકા બહુ નિરાશ છે.
એટલે તે તેના પતિને કહે છે હવે મારે કોઈ જ દવા નથી કરવી. પતિ કહે હું બેઠો છું તું ચિંતા ન કર ભગવાન પર ભરોસો રાખ. આમ ચાર પાંચ મહિના તે
દવા લેવા માટે ગઇ નહી. પતિએ ખૂબ સમજાવી પાછી દવા ચાલું કરાવે છે. ડૉક્ટર કહે છે; આ લાસ્ટ ટ્રીટમેન્ટ કરું છું પછી ભગવાનની મરજી એટલે ડૉક્ટર તેમને ટેસ્ટ ટયુબ કરવાની સલાહ આપી. સાત આઠ મહિનાને અંતે સર્જરી ફેલ ગઇ.
અલકા તો જાણે ભાંગી પડી.બાળકની આશ લઇને તેને અમદાવાદમાં પગ ઘસી નાખ્યા. આવવા જવાની પાંચ- પાંચ કલાકની મુસાફરી, પૈસા, ના દિવસ કે ન રાતની રાહ..જોઈ.....ભગવાન આવી કપરી પરીક્ષા કેમ...!!છતાં પતિની તીવ્ર ઇસ્છાને કારણે છેલ્લી વાર અલકાને આજીજી કરે છે. તું આ છેલ્લી વાર દવા કરાવ પછી ભગવાનની મરજી. બંનેના આંખમાં આંસુ છે. અને ફરી ટેસ્ટ ટયુબ કરાવે છે. અને બીજી વાર ડૉક્ટરને બતાવવા માટે આવે છે. અલકા અને તેનો પતિ બસ ડૉક્ટર ના ચહેરા ને જોઇ રહ્યા છે. ડૉકટર પણ આજે આ પતિ પત્ની ને જોઇ રહ્યા છે. ડૉક્ટરના આંખોમાં ચમક અને મંદ હાસ્ય છે. ડૉક્ટર સારા સમાચાર આપે. તે પહેલા જ ફટાફટ રિપોર્ટ તેના પતિના હાથમાં લઇને જોવા લાગે છે ને અલકા અને પતિની આંખોમાં આંસુની ધારા છે.નવ મહિના બાદ.. તપસ્યાનો જન્મ થાય છે.