તપસ્વી
તપસ્વી
1 min
14.6K
"પપ્પા તપસ્વી કોને કહેવાય?"
"જે સુખ, સગવડ, આરામ, મોહ, લોભ ત્યજીને પોતાનું સમગ્ર જીવન ઈશ્વરનાં પ્રેમમાં સમર્પિત કરી નાખે એવા યોગી." પપ્પાનો જવાબ સાંભળી દીપુની આંખોમાં આખો દિવસ આરામ ત્યજી ઓફિસમાં ઊભા પગે કામ કરતા. દાઝતા તડકામાં કુટુંબની જરૂરિયાતો માટે ફેરા ખાતાં પોતાની અવગણના કરી બધાનાં માટે ભેટ લાવતાં.
રવિવારનો આરામ જતો કરી બધાની ખુશી માટે ઓવરટાઈમ કરતા પપ્પાની તસ્વીર ઉપસી આવી." એટલે ઈશ્વરના યોગીઓ તપસ્વી કહેવાય ને બાળકોનાં તપસ્વીને પપ્પા કહેવાય." એ મીઠા શબ્દોએ પોતાના તપને આપેલા માનથી સામે ઊભેલા 'તપસ્વી'ની આંખો ભીની થઈ ગઈ.
