STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

તો શું થયું?

તો શું થયું?

1 min
14.4K


સવારે પથારી માંથી ઊઠતાંજ તાવ જેવું લાગ્યું. "તો શું થયું?" બાળકોનો શાળા જવાનો સમય. ગરમાગરમ નાસ્તો આપી એમને બસ સુધી મૂકી આવી. બહુ કમજોરી જેવું લાગ્યું. "તો શું થયું?" અનિકેતનો ઓફિસ જવાનો સમય. એને ટિફિન આપી ઓફિસ માટે રવાના કર્યો.

તાવ વધી રહ્યો. "તો શું થયું?" વિદ્યાર્થીઓની પરીક્ષા થોડાજ દિવસોમાં. પુનરાવર્તન અનિવાર્ય. એક ટીકડી તાવ ઉતારવા લીધી ને સીધી નોકરી ઉપર લાગી. સાંજે ઘરે પહોંચતાંજ થાકથી નિધાળ. "તો શું થયું?" બાળકો બહારનું જમે એ ક્યાંથી ગમે? જાતે જ હિમ્મત કરી 'હેલ્ધી ડિનર' તૈયાર કર્યું. તાવની હજુ એક ટીકડી ગળી પથારી પર પડી. નકામી દોડાદોડી આખો દિવસ. આરામ જ ન કર્યો. "તો શું થયું? એક સ્ત્રી છું ને. જ્યાં સુધી દરેક ફરજ પૂરી ના કરું મન ને શાંતિ થોડી મળે?" અને પછી ખુબજ શાંતિથી એ ઊંઘી ગઈ!


Rate this content
Log in