STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તો શું થશે ?

તો શું થશે ?

1 min
216

આમજ દીકરીઓ ઉપર બળાત્કાર થતાં રહેશે તો માતા-પિતા દીકરીઓને જન્મ પછી દૂધપીતી કરી દેશે એવો માહોલ સર્જાયો છે તો શું થશે ?

ખેડૂતોને અનાજ, શાકભાજી, કે ફળફળાદિ વગેરેમાં ફાયદો નહીં થાય તો ખેડૂતો પાક લેવાનું બંધ કરી દેશે તો શું થશે ?

પેટ્રોલનાં ગમે એટલાં ભાવ વધારા પછી પણ આડેધડ વાહનોનો ઉપયોગ કરવાથી પેટ્રોલ નહીં મળે તો શું થશે ?

કુદરતી વસ્તુઓનો આડેધડ ઉપયોગ કરવાથી કુદરત રૂઠી છે છતાંય હજુ કુદરતી વસ્તુઓ ને નુકસાન કરે છે જો કુદરત ધરતી રસાતાળ કરશે તો શું થશે ?

આખા વિશ્વમાં કંઈ ને કંઈ મુસીબતો ચાલું છે છતાંય માણસ માણસાઈ ની ભાવના ભૂલીને રૂપિયા કમાવવાની લાલચ રોકી શક્તો નથી અને કાળાબજારી કરે છે જો આખા વિશ્વમાં પ્રલય થાય તો શું થશે ?


Rate this content
Log in