Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

તણાવ

તણાવ

1 min
7.1K


આખો દિવસ સ્વાતિએ ઓફિસમાં ભાગદોડ કરી. આવતી કાલ યોજાનારી મહત્વની મિટિંગની બધીજ પૂર્વતૈયારીઓ કરી નાખી. ગળાડૂબ કામથી શરીર ખૂબજ થાકી ગયું. ઘરે આવતાંજ તણાવથી માથું ભારે થઈ ગયું. માથાનો દુખાવો ઓછો કરવા દવાની ટીકડી શોધતી રસોડામાં પહોંચી.

રસોડામાં કામવાળી બાઈ જૂનાં ફિલ્મનું ગીત ગાતી વાસણ ધોવામાં મસ્ત હતી. કામવાળીબાઈની ખુશી પર સ્વાતિએ તીર છોડ્યું, "શકુ બાઈ, કાલે આનાથીયે બમણા વાસણ હશે." છોડેલું તીર નિષ્ફળ નીવડ્યું જ્યારે શકુબાઈએ એનાં મસ્ત અંદાજમાં કહ્યું, "ચિંતા નહીં મેડમ. આજનું આજે ને કાલનું કાલે."

શકુબાઈનાં તણાવમુક્ત અંદાજથી પ્રેરાઈ સ્વાતિએ દવાની ટીકડી ત્યાંજ છોડી દીધી અને આખો દિવસ પોતે કરેલી અથાક મહેનતનાં ઇનામ રૂપે પોતાને ગમતી ફિલ્મની સિડી શોધવા જતી રહી. 'આજનું આજે ને કાલનું કાલે.'


Rate this content
Log in