તમાચો
તમાચો




ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભનુ, મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી જય સરના નામની બૂમો પડી.
જય સર સ્ટેજ પર ગયા એટલે એક વિધાર્થીએ સવાલ પૂછ્યો કે "સર તમારી આ સફળતાનું રહસ્ય કહેશો. જય સરે કહ્યું કે અમે અમારા માસ્તરના હાથનો તમાચો સહી લેતાં હતાં... અમારા પેરેન્ટ્સ અમારી ફરિયાદ લઇને આવતા ન હતા અને અમારા માસ્તર પાસે માફીનામું લખાવતા ન હતા. અને ત્યાં બેઠેલા બધાના હાથ જાણે પોતપોતાના ગાલ પંપાળવા લાગ્યા !