STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

તીખાશ

તીખાશ

1 min
14.5K


"જમવામાં આટલું મરચું? એક કામ સીધું નહીં થાય?" અવિનાશનો ગુસ્સો સાંભળી શિખા રસોડામાંથી દોડતી આવી.

"ધ્યાન ક્યાં હોઈ છે તારું? ઈશ્વરે આપેલ બુદ્ધિનો ક્યારે  ઉપયોગ કરીશ?" શિખાએ ઉતાવળે શાક ચાખ્યું કે ધડ ધડ કરતું પાણી આંખોમાં આવ્યું.

"જોયું કેવું તીખું? નીકળ્યુંને આંખોમાંથી પાણી?" જમવાની થાળીને હડસેલી એ તિરસ્કારનાં ભાવો સાથે જતો રહ્યો. શિખાનો જવાબ સાંભળવા પણ ન રોકાયો.

"હા અવિનાશ આંખોમાંથી પાણી તો નીકળ્યું પણ એ મરચાંની તીખાશથી નહીં શબ્દોની તીખાશથી આવ્યું છે!"


Rate this content
Log in