Margi Patel

Children Stories Comedy

4  

Margi Patel

Children Stories Comedy

તેનાલી રામા - ઠગ વેપારી

તેનાલી રામા - ઠગ વેપારી

2 mins
980


એક દિવસ રાજ દરબારમાં એક વેપારી તેના દાગીના ગીરવે મૂકવા આવ્યો હતો. રાજાએ એ દાગીના લઈને તેને રૂપિયા ઉછીના આપ્યા 2 મહિનાની મુદ્દતે. રાજા આવી જ રીતે દરેકને મદદ કરતો.

2 મહિના પુરા થતાં એ વેપારી ફરીથી દરબારમાં આવ્યો. વેપારીએ રાજાને રૂપિયા આપીને તેના દાગીના પાછા માગ્યા. રાજા એ તેના સેવક ને આ વેપારીના દાગીના લાવવાનું કહ્યું. સેવક આ વેપારી ના દાગીના લઈને આવ્યો. અને તેને આપી દીધા. વેપારીએ દાગીના દેખીને બોલ્યો, " મહારાજ આ મારા દાગીના નથી. આતો નકલી છે. " મહારાજા એ તરત જ સેવકને કહીને વેપારીના દાગીના બદલી આપવાનો આદેશ આપ્યો. વેપારી ખુશ થઈને તેના ઘરે જતો રહ્યો.

વેપારીના મનમાં લાલચ જાગી. હવે તો 3 - 3 મહિને આવીને બસ આવું જ કરતો. તેના નકલી દાગીના આપી જાય અને સોનાના દાગીના લઈ જાય. વેપારીના મનમાં તો હવે લાલચ વધવા જ લાગી. ફરીથી વેપારી આ જ રીતે રાજા જોડે તેના નકલી દાગીના સામે પૈસા લઈને આવ્યા.

રાજાએ તેનાલી રામા ને આ બધી વાત કરી. તેનાલી રામા એ આ વેપારી સામે કેવીરીતે વિજય મેળવવો એ વિચારી લીધું. બીજા દિવસે ફરીથી એ વેપારી દરબારમાં આવ્યો. વેપારીએ રૂપિયા આપીને તેના દાગીના લીધા. અને ફરીથી એ જ કહ્યું કે, "મહારાજ આ મારા દાગીના નથી. મારા દાગીના બદલાઈ ગયાં છે." રાજાએ તેનાલી રામા ને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, "તેનાલી આ વેપારીના દાગીના બદલાઈ ગયાં છે. આના દાગીના લઈને આવો."

તેનાલી તરત જ બીજા એના જેવા જ દાગીના લઈને આવ્યો. અને વેપારીને આપી દીધા. વેપારી ખુશ થઈને દરબારમાંથી જતો રહ્યો. વેપારીના જતા જ રાજા એ તેનાલીને પૂછ્યું, " તેનાલી તે શું કર્યું? વેપારી તો પોતાના દાગીના અને આપણા એ ઓળખી જ ના શક્યો."

તેનાલી રામા એ કહ્યું, " મહારાજ એ વેપારી ઠગ હતો. તે હંમેશા તેના નકલી દાગીના આપી જતો અને આપણા જોડેથી સોનાના દાગીના લઈ જતો. મેં તેના દાગીના જેવા જ બીજા સોનાના બનાવીને રાખ્યા હતાં. મને વિશ્વાસ હતો કે હું જે પહેલા દાગીના આપીશ એ વેપારી નકારી જ દેશે. અને બીજા દાગીનાની માંગ કરશે જ. વેપારીએ એવું જ કર્યું. મેં પહેલા વેપારીને સોનાના અસલી દાગીના આપ્યા. પણ તે તેની આદત થી મજબૂર, વેપારીએ દેખ્યાં વગર જ બોલી ગયો કે આ મારા દાગીના નથી. તો જયારે તમે મને બોલાવ્યો બીજા દાગીના લઈને ત્યારે મેં તેના જ લાયેલા દાગીના તેની હાથમાં આપ્યા. અને એ વેપારી તેના નકલી દાગીનાને અસલી દાગીના માનીને તેના જ દાગીના લઈને જતો રહ્યો."

આ સાંભળી રાજ દરબારમાં બધાં એ તેનાલી રામા માટે તાલીઓથી તેની બુદ્ધિનો આદર કર્યો.


Rate this content
Log in