STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

તડકો અને છાંયડો

તડકો અને છાંયડો

1 min
78

આ ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં દરેક જીવ જંતુ કે પ્રકૃતિ માટે તડકો જરૂરી હોય છે. છાંયડો વૃક્ષ થકી માનવ માટે જરૂરી હોય છે. આ દુનિયામાં દરેક માણસનાં જીવનમાં સુખ અને દુઃખ રૂપી તડકો અને છાંયડો આવે અને જાય છે પણ ઘણાં નિર્બળ મનનાં વ્યક્તિ જિંદગીમાં આકરો તડકો (દુઃખ) આવે એટલે નાસીપાસ થઈ જાય છે અને પછી આત્મહત્યા કરે છે.

આ દુનિયામાં જિંદગી બધાંની સરળતાથી નથી જતી ઘણાં લોકો ને શારીરિક તકલીફો હોય કે રૂપિયાની તકલીફો હોય કે ધંધામાં નિષ્ફળતા મળી હોય કે બોર્ડની પરીક્ષામાં ઓછાં ટકા કે નપાસ થયા હોય કે પ્રેમમાં નિષ્ફળતા મળી હોય એ લોકો આવો તડકો સહન કરી નથી શકતા અને અયોગ્ય પગલું ભરી લે છે અને પાછળ મા બાપ રડતાં રહી જાય છે.

દુઃખ અને સુખ થી ડરવું નહીં. તડકો અને છાંયડો એ તો આવરો જાવરો છે. દરેક પરિસ્થિતિમાં હસતાં રહીએ અને સ્થિરતા રાખીએ તો જીવન સાર્થક થાય છે.


Rate this content
Log in