Rahul Makwana

Children Stories Comedy Drama

3  

Rahul Makwana

Children Stories Comedy Drama

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

6 mins
73


  ગોકુલધામ સોસાયટીમાં આજે ચારેકોર આનંદ અને ખુશીનો વાતાવરણ છવાયેલ હતું, બધાં જ લોકોએ પોત - પોતાનું ઘર અવનવી રંગોળી, રંગબેરંગી લાઈટો, અને દીવડાઓથી સુશોભિત કરેલ હતું, સૌ કોઈ નવા નવાં કપડાં પહેરીને સોસાયટીમાં આંટા મારી રહ્યા હતાં, અને એકબીજાને ગળે મળીને દિવાળીપર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતાં.

  દિવાળી તહેવાર હિન્દૂ સંસ્કૃતિ મુજબ ખૂબ જ આધ્યાત્મકતા ધરાવે છે, હિન્દૂ ધર્મના ગ્રંથો મુજબ દિવાળીનાં દિવસે રામ, સીતા અને લક્ષ્મણ ચૌદ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણ જેવાં અસુરનો વધ કરીને પાછા અયોધ્યામાં ફરી રહ્યાં હતાં, આમ દિવાળી તહેવાર અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે.

  એક તરફ ગોકુલધામ સોસાયટીનાં રહીશો એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતાં, તો બીજી તરફ "ટપુ સેના" કે જેઓએ આખી સોસાયટીની ઊંઘ ખરાબ કરી નાખેલ હતી, નાકમાં દમ લાવી દીધેલ હતો, તે ટપુસેના ગોકુલધામ સોસાયટીમાં પટાંગણમાં ફાટકડાઓ ફોડવામાં વ્યસ્ત હતી, ટપુસેના જે રીતે નિશ્ચિતપણે, મોજ મસ્તી કરીને ફાટકડાઓ ફોડી રહી હતી, તે જોતાં એવું લાગી રહ્યું હતું કે આજે તો સોસાયટીમાં કોઈકનું તો આવી બનવાનું હતું...પણ આજે કોનું આવી બનશે એ તો સમય જ બતાવી શકે તેમ હતો.

  ટપુસેના ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડવાનો આનંદ માણી રહી હતી, તેવામાં ગોગી પોતાનાં ફટાકડાના થેલાંમાંથી એક મોટું રોકેટ કાઢે છે, અને ટપુને બતાવે છે, આ જોઈ ટપુનાં નટખટ દિમાગમાં કંઈક આઈડિયા થાય છે, પરંતુ તે કોઈને આ બાબતની જાણ નથી કરતો.

"ઓહ..વાવ…રોકેટ…!" - ટપુ ખુશ થતાં થતાં બોલે છે.

"હા ! ટપુ ! આ જો કેવડું મોટું રોકેટ છે...ચાલ આપણે ફોડીએ…!" - ગોગી ટપુની સામે જોઇને ખુશ થઈને બોલે છે.

"હા ! ચાલ, ગોગી…!" - ટપુ ગોગીની સામે જોઇને બોલે છે.

   ત્યારબાદ ટપુ, ગોગી, ગોલું, સોનુ અને પિંકુ ગોકુલધામ સોસાયટીની બરાબર વચ્ચોવચ કાચની એક ખાલી બોટલમાં રોકેટ મૂકે છે, અને ગોગી માચીસબોક્ષમાંથી દીવાસળી સળગાવે છે, બરાબર આ જ સમયે ટપુનાં નટખટ અને શરારતી મગજમાં કંઈક ટીખળ સૂઝે છે, આથી ટપુ તે રોકેટને એક દિશા તરફ થોડું ઝુકવી દે છે.

"કમ ઓન ગોગી….!" - ટપુ ગોગીને મોટીવેટ કરતાં કરતાં બોલે છે.

  ત્યારબાદ ગોગી દીવાસળી સળગાવીને આંખો બંધ કરીને રોકેટની વાટ સળગાવે છે, અને તે બધાં ત્યાંથી દૂર ભાગી જાય છે, દૂર ભાગ્યા બાદ તે લોકો દૂર ઊભાં રહીને રોકેટ જોવે છે.

   થોડીવારમાં તે રોકેટમાંથી તીખારા થાય છે, રોકેટ થોડું હવામાં ઉડે છે, આથી સૌ કોઈ ખુશીઓને લીધે શોર કરવાં માંડે છે, આથી ભીડે માસ્ટર બાળકોને ઠપકો આપવાં અને આટલો બધો શોર નાં કરવાં બાબતે ઠપકો આપવા પોતાનાં ઘરની ગેલેરીમાં આવે છે, જેવાં ભીડે માસ્ટર ઘરની ગેલેરીમાં આવે છે, એ સાથે જ ઉપર આકાશ તરફ આગળ વધી રહેલા રોકેટ એકાએક પોતાની દિશા બદલીને ભીડેના ઘરની ગેલેરી તરફ આગળ વધે છે, જાણે રોકેટ પણ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી એવાં ભીડે પર પોતાની જૂની ભડાશ કાઢવાનું નક્કી કર્યું હોય તેમ, રોકેટ એક મિસાઈલની માફક ભીડે માસ્ટર તરફ આગળ વધી રહ્યું હતું.

  આ જોઈ ટપુને જાણે પોતાનાં માસ્ટર પ્લાનમાં સફળતા મળી હોય તેમ ખડખડાટ હસવા માંડે છે, આ જોઈ ભીડે માસ્ટરનો ચહેરો ગુસ્સાને લીધે લાલઘૂમ થઈ ગયેલા હતો.

   આ જોઈ ભીડે માસ્ટરનાં ગુસ્સાનો પાર ના રહ્યો, અને "ટપુડા….તારી ભલી થાય…" - એવી એક બૂમ પાડીને સોસાયટીના એકમેવ સેક્રેટરી એવાં ભીડે માસ્ટર પોતાની જાતનો સ્વબચાવ કરવાં માટે ઝડપથી ગેલેરીનો દરવાજો બંધ કારીનર પોતાનાં ઘરના હોલમાં જતાં રહે છે. 

  આ જોઈ પોતાનાં ઘરની બહાર ખુરશી પર બેસેલ સાયન્ટિસ્ટ અયર ખડખડાટ હસવા માંડે છે, એનું હાસ્ય એટલું પ્રભાવશાળી હતું કે તેમાં કાળા ચહેર પર (રંગ જાય તો પૈસા પાછા) હસવાને લીધે તેનાં સફેદ ચકચકિત દાંતોની ચમક સામે જાણે સોસાયટીની રોશની પણ જાણે ફિક્કી લાગી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

  થોડીવારમાં ભીડે માસ્ટર ગુસ્સા સાથે ગોકુલધામ સોસાયટીનાં મેદાનમાં આવે છે, અને ટપુ અને તેની સેનાને વઢવા લાગે છે…

"સોરી ! ભીડે માસ્ટર...હવે અમે ધ્યાન રાખીને ફટાકડા ફોડીશું...અમારી ભૂલ થઈ ગઈ…!" - ટપુ પોતાની ભૂલ સ્વીકારતા માફી માંગતા બોલે છે.

"ઓકે...હવે ધ્યાન રાખજો…!" - ભીડે માસ્ટર આટલું બોલીને પોતાનાં ઘર તરફ જવા માટે પોતાનાં પગ ઉપાડે છે.

  તેની એકાદ બે મિનિટ બાદ ભીડેનાં કાને તેની પાછળની તરફથી એક જાણીતો અવાજ સંભળાય છે, આથી ભીડે માસ્ટર પાછું વળીને જોવે છે.

"ઓય…અમ્મા…યે તુમ લોગ કેસે ફટાખે ફોડતે હો…!" 

  ભીડે પાછળ વળીને જોવે છે, તો એક બીજું રોકેટ જેવું થોડીવાર પહેલાં પોતાનાં પર તૂટી પડવાનું હતું, તેવું જ રોકેટ હાલ સાયન્ટિસ્ટ અયર તરફ પુર જોશે આગળ વધી રહ્યું હતું...સાયન્ટિસ્ટ અયર આગળ અને રોકેટ તેની પાછળ પાછળ ઊડી રહ્યું હતું, થોડીવાર પહેલાં જે અયર ખડખડાટ નિખાલસપણે હસી રહ્યો હતો, તેનાં ચહેરા પર ડર અને ગભરામણની રેખાઓ સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહી હતી...જેમાં સાયન્ટિસ્ટ અયર ખૂબ જ સુંદર અને શોભામણાં લાગી રહ્યાં હતાં.

  આ જોઈ ભીડે માસ્ટર પણ ખડખડાટ હસવા માંડ્યા, તેનાં ચહેરા પર થોડીવાર પહેલાં જે ગુસ્સો હતો, તે પળભરમાં જ ક્યાંય અદ્રશ્ય થઈ ગયો, અને હસતાં હસતાં પોતાનાં ઘરમાં ચાલ્યાં ગયાં.

  બરાબર એ જ સમયે સોસાયટીના એક માત્ર બેચલર કે જેની વાંઢા તરીકેની આ છેલ્લી દિવાળી હોય તેવું ખુદ પોતે અને આખી સોસાયટી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં, એવાં યુવાન અને જોશીલ પત્રકાર પોપટલાલ કે જે પોતાની કલમનાં જોરે આખે આખી દુનિયાને હલાવી કે પલટાવી નાખવાનો ફોગટ ધરખમ રાખતાં હતાં, એવા સોસાયટીના પ્રિય પોપલલાલ ટપુ સેના પાસે આવીને ફાંકા ફોજદારી કરતાં કરતાં જણાવવા લાગ્યા કે…

"અમારા જમાનામાં તો અમે ખૂબ જ મોટા મોટા બોમ્બ હાથમાં ફોડેલા છે…(હાલમાં પણ તેઓ વાતનો બૉમ્બ ફોડવામાં સારી એવી કુશળતા ધરાવતાં હતાં)..!" - પોતાની જાત પર ગર્વ અનુભવતા પત્રકાર પોપલલાલ ટપુ સેનાને જણાવે છે.

"ઓહ...પોપટઅંકલ તમે એટલાં બધાં બહાદુર હતાં…!" - ગોગી પોપટલાલની ટીખળ કરતાં કરતાં પૂછે છે.

"હા ! પોપટઅંકલ ! તો તમે આજે પણ એવી રીતે ફટાકડા હાથમાં ફોડી શકો…?" - સોનુ પોપટલાલની સામે જોઇને પૂછે છે.

"હા ! બેશક...કયો નહિ..!" - પોપટલાલ પોતાની છત્રી ઊંચી કરતાં કરતાં, અને માથાનાં વાળ વ્યવસ્થિત સેટ કરતાં - કરતાં બોલે છે.

"મને આ માનવામાં નથી આવતું…! શુ કહેવું છે તારું ટપુ આ બાબતે…!" - પિંકુ પોપટલાલને ઉછકેરતા ટપુની સામે જોઇને પૂછે છે.

"નાં ! એવું ના બને...પોપટઅંકલની બહાદુરી પર મને વિશ્વાસ છે…!" - ટપુ પોતાનો મંતવ્ય જણાવતાં બોલે છે.

"તો...એક ટ્રાયલ થઈ જાય…? પોપટઅંકલ ?" - ગોગી પોપટલાલની સામે જોઇને પૂછે છે.

"હા ! કયો નહિ…!" - પોપટલાલ પોતાની સહમતી દર્શવાતા બોલે છે.

   ત્યારબાદ પોપટલાલ પોતાનાં જીવથી વધુ વ્હાલી છત્રીને નજીકમાં રહેલ દિવાલ પાસે પ્રેમપૂર્વક મૂકે છે, અને વ્હાલથી હાથ ફેરવે છે, ક્યારે આ બાજુ ટપુ સેનાએ જાણે આજે પોપટલાલની ફિરકી લેવાનું નકકી કર્યું હોય તેમ, બોમ્બની વાટ થોડી કાપી નાખે છે, જેથી પોપટલાલને બૉમ્બ પોતાની જાતથી દૂર ફેંકવા માટે ઓછો સમય મળે.

"ટપુ સેના ! ચાલો લાવો બૉમ્બ ! હું તમને આજે દેખાડી જ દઈશ કે આ તુફાની પત્રકાર પોપટલાલ કેટલાં બહાદુર છે..!" - પોપટલાલ પોતાની છત્રી મૂકીને ટપુસેના તરફ ફરીને બોલે છે.

  જ્યારે આ બાજુ ટપુસેના પોપટલાલ માટે જે બૉમ્બ નક્કી કર્યા હતો, તે જ બૉમ્બ પોપટલાલનાં હાથમાં આપતાં આપતાં…"બેસ્ટ ઓફ લક..પોપટઅંકલ" એવું કહે છે...અને પોપટલાલ પણ પોતાનાં શર્ટનો કોલર અને ચશ્મા ઊંચા કરતાં કરતાં એક હળવું સ્મિત આપીને અભિવાદન કરે છે.

  ત્યારબાદ ટપુસેના પોપટલાલને એક બૉમ્બ અને માચીસ આપીને દૂર ભાગી જાય છે, અને દૂર ઊભાં ઊભાં પોપટલાલની લીલા ધ્યાનપૂર્વક અને ઉત્સાહ સાથે જોવામાં વ્યસ્ત બની જાય છે, જ્યારે આ બાજુ પોપટલાલ બાક્સની દિવાસળી સળગાવે છે, અને બોમ્બની વાટ સળગાવે છે, આ સાથે જ તરત જ એક ધડાકો થઈ પોપટલાલના કાનની પાછળથી પોપટ અને ચકલાઓ ઊડી ગયા હોય, તેમ તેના કપડાં અને ચશ્મા કાળા કાળા થઈ ગયાં, એ તો સમય રહેતાં પોપટલાલે પોતાનાથી બોમ્બને થોડો દૂર ફેંકવામાં સફળ રહ્યા હતાં, બાકી તો આજે પોપટલાલનાં પોપટ જ ઊડી જવાના હતાં.

"જોયુને બાળકો...મારું સાહસ..પણ આવી રીતે હાથમાં ફટાકડા ફોડવા કોઈ જોખમથી ઓછું નથી...માટે તમારે આવી રીતે હાથમાં ફટાકડા ફોડવા નહીં...હાથમાં આવી રીતે ફટાકડા ફોડવા માટે મારાં જેવી હિંમત અને સાહસ જોઈએ…!" - પોપટલાલ પોતાની જે કંઈ ઈજ્જત બચેલ હતી, તેનો ખોટો બચાવ કરતાં કરતાં અને ટપુ સેનાને પરણ્યા પછીનાં ડાહપણની માફક સોનેરી સલાહ આપતાં આપતાં બોલે છે.

"તો ! બાળકો હેપી દીપાવલી…એન્જોય કરો.!" - આટલું બોલી પોતાની પ્રિય છત્રી લઈને પોપટલાલ પોતાના ઘરનો રસ્તો પકડે છે, જ્યારે આ બાજુ ટપુસેના પોપટલાલની સારી એવી ફીરકી લેવામાં સફળ રહ્યાં એવું વિચારીને ખૂબ હસી રહ્યાં હતાં..

  બીજે દિવસે આખી સોસાયટીના લોકો એકબીજાની બધી ખાસ કરીને ટપુસેનાની ભૂલો માફ કરીને એકબીજાને નૂતનવર્ષનાં અભિનંદન પાઠવ્યા, અને ફરી એ બાબત સાબિત કરી દીધી કે ગોકુલધામ સોસાયટી એક પરિવાર સમાન હતી, છે, અને આવનારા ભવિષ્યમાં પણ રહેશે.


Rate this content
Log in