KEVAL PARMAR

Others

4.0  

KEVAL PARMAR

Others

તારી ઝલક, સૌથી અલગ - ૮

તારી ઝલક, સૌથી અલગ - ૮

3 mins
247


કરણ બસ સ્ટેશન ઉપર આવીને બસમા બેઠો, થોડીવાર પછી કંડક્ટર આવ્યો ટિકિટ આપવા માટે.

કંડક્ટર ટિકિટ આપતા કહે:- કેમ છે કરણ ભાઈ....? 

પણ કરણએ કઈ જવાબ ના આપ્યો. કંડક્ટરએ ફરીથી પૂછ્યું કયા ખોવાઈ ગયા કરણભાઈ અને તમારા મોઢા ઉપરનું હાસ્ય કયા ઊડી ગયું, આખી રાત સૂતા નથી કે શુંં. 

કરણ :- અરે એવું કઈજ નથી રાજુભાઈ, હું તો એકદમ મજામાં છું. 

રાજુભાઈ :- તમે ભલે ના પાડો છો પણ કઈક તો થયું છે, ગઈ કાલે કિર્તીબેન પણ આવ્યા હતા આ બસમાં અને એમનુ મન પણ ઉદાસ હોય એવું લાગ્યું. 

તમને એક વાત કહુ, જ્યારે જ્યારે પણ કિર્તીબેન આ બસમાં આવે એટલે એમના ચહેરા ઉપર એક અલગ પ્રકારનું હાસ્ય હોય અને આજુબાજુ વાળા પણ એટલા જ ખુશ હોય છે. નવાઈની વાત તો ત્યારે લાગી કે એમની સીટ બારીવાળી હોવા છતા એ સીટ ઉપર બેઠા નહી અને બાજુની સીટમાં બેસી ગયા. ત્યારે મનમાં થયું કે નક્કી કઈક તો થયું છે, મે એમને પુછવાનો પ્રયત્ન કર્યો હતો તો એમને કીધું કે મારી તબીયત થોડી સારી નથી. 

રાજુભાઈ કરણની બાજુમાં બેસીને કહે, જોવો કરણભાઈ ક્યારેક માણસને કહેવા કરતા એને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકવાર મારો અને મારી પત્ની વચ્ચે થોડો અણબનાવ થયો હતો ત્યારે કિર્તીબેન એ મને સમજાવીને કહ્યુ હતું કે જીવનમાં હમેશાં વ્યક્તિને મહત્વ આપવું જોઈએ નહી કે કોઈ પદાર્થ કે વસ્તુ. જ્યારે તમારા લીધે તમને ગમતી વ્યક્તિ નારાજ થાય ત્યારે તમે એને ગમતું કામ કરો, તમારા જીવનમાં એમનું શું મહત્વ છે એ તમે એને કહો. તમે એવી અપેક્ષા ના રાખો કે તમારો જીવનસાથી તમારા જેવો જ હોય, કારણ કે બે વ્યક્તિ કયારેય એક બીજાનો જમણો હાથ પકડી ને ચાલી શકતા નથી. આજે હું અને મારી પત્ની બંને સાથે છીએ તો કિર્તીબેન ના લીધે જો કિર્તીબેન એ આ વાત મને ના સમજાવી હોત તો કદાચ આજે અમે બંને અલગ થઈ ગયા હોત. એટલું કહીને રાજુભાઈ ત્યાથી નીકળી ગયા.

કરણ વિચારમાં પડી ગયો કે મારી કિર્તી એટલી બધી હોશીયાર ક્યારથી થઈ ગઈ અને હુ એક છું સાવ ઢગલાનો ઢ. કિર્તી બેચારી ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરતી પણ હું કોઈની સાંભળું તો ને ! આમ વિચારતા પાંચ ક્યારે વાગી ગયા એ ખબર રહી નહી અને જોત જોતામાં સ્ટેશન પણ આવી ગયું. સ્ટેશન આવતા કરણ બસની નીચે ઉતરતા ઉતરતા રાજુભાઈનો હાથ પકડીને કહે હુ તમારો આભાર માનું છું કે આજે તમે મને આ વાત કરીને એક નવો રસ્તો બતાવ્યો એટલું કહીને કરણ તો ત્યાથી કિર્તીના ઘરે જવા માટે નિકળ્યો.

થોડી સાંજ પડી એટલે કરણ ઘરે આવ્યો અને બેલ વગાડ્યો. સાસુમા દરવાજો ખોલતાની સાથે કહે :- આવો આવો કુમાર, કેમ છે તમને...? અને આમ અચાનક આવવાનું થયું જો તમે ફોન કર્યો હોત તો સ્ટેશન ઉપર તમને કોઈ લેવા માટે આવી જાત. 

કરણ :- ના ના મારે કોઈને તકલીફ આપવી નહોતી એટલા માટે કોઈને ફોન ના કર્યો. મને કોઈ લેવા માટે આવે તો કિર્તીએ ખબર પડી જાય. 

સાસુમાં :- તમે અહીય બેસો હું કિર્તીને નીચે બોલાવું. 

કરણ :- ના ના મમ્મી કિર્તીને નહી બોલાવતા, એના માટે થોડી સરપ્રાઈઝ છે, જો એ નીચે આવશે તો બધી સરપ્રાઈઝ પુરી થઈ જશે એટલે અત્યારે એ જ્યા હોય ત્યાં જ બરાબર છે. એટલુ કહીને કરણ સાસુમાં ને બધો પ્લાન સમજાવ્યો અને કીધું કે આ વાત કોઈને કહેતા નહી. 

સાસુમાં :- ઓકે હું કોઈને કહીશ નહી, પણ આમાં મારે કરવાનું શું...? 

તો તમને શું લાગે છે કે જમાઈ અને સાસુમાં બંને મળી કિર્તીને શું સરપ્રાઈઝ આપશે ..! 

કરણ જે પણ સરપ્રાઈઝ આપશે ત્યારે કિર્તીનુ શું રીએકશન હશે..? 


Rate this content
Log in