Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તારા અને આગિયાનો સંવાદ

તારા અને આગિયાનો સંવાદ

1 min
162


આગિયાએ : - તારાને રડતાં રડતાં કહ્યું, "શું હું ઈશ્વરની ના પસંદ છું ? શા માટે મારી જોડે આવો અન્યાય ? શું હું નકામી વસ્તુ છું ? શું હું બિન ઉપયોગી છું ? શું હું આળસું પીર છું ? તમે આકાશમાં ચમકો છો ને મને ધરતી પર નાખી દીધો છે. એવો શું ગુન્હો કર્યો છે ?"

તારા : "નારે ના, આવું કોણ કહે છે ? તું ધરતીની શોભા છે આગિયા, રડ નહીં. આપણે સૌ ઈશ્વરન જ કૃપાનું ફળ છીએ."

આગિયો :- "આખી દુનિયા મને મેણાં મારે છે કે તું નકામું છે એટલે જ ધરતી પર પડ્યું છે."

તારા :- "હવે તું ખોટું વિચારે છે આ દુનિયાએ તો શ્રી રામ અને કૃષ્ણ ને પણ નથી છોડ્યા. આપણું સારું કર્મ જ આપણું પ્રમાણપત્ર છે દુનિયાની વાત સાંભળી દુઃખી થવું નહીં. હું ને તું મામા ફોઈના જ ભાઈઓ છીએ. તું ધરતીની શોભા છે હું આકાશની શોભા છું. ચલ હવે હસ તો આગિયા."

અને પછી તારો અને આગિયો ખડખડાટ હસી પડ્યા.


Rate this content
Log in