સ્વરાની મુસ્કાન
સ્વરાની મુસ્કાન

1 min

195
બગીચામાં વિનોદભાઈ છેલ્લી પચીસમિનિટથી તેમની ત્રણ વર્ષની પૌત્રી સ્વરાને રોતી બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના આજુબાજુ જતા આવતા બધા જ લોકો સ્વરાને રમાડતા, સ્વરા સામે ડાન્સ કરતા, ચપટી વગાડતાં જેવા અનેક અનેક પ્રકારથી હસાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. છતાં બંધ ના જ થતી.
એટલામાં જ ત્યાંથી તીસ વર્ષની ગુલાબી રંગની સાડીમાં એક સુંદર સ્ત્રી આવી, ને સ્વરાને હાથમાં લઇ, સ્વરાના માથામાં પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા ચહેરા પર હલકી મુસ્કાનથી જ સ્વરા ખિલખિલાટ હસવા લાગી.