STORYMIRROR

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

સ્વાર્થી

સ્વાર્થી

1 min
2.6K


 

પંચોતેર વરસના વિધવા રંભાબાને ચાર દિકરી ને એક દીકરો... દિકરીઓ સાસરિયામાં સુખી, પણ દીકરાને ત્યાં સંતાન નહીં. વરસો બાદ વહુને સારા દિવસો રહ્યાં. રંભાબા રાજી-રાજી. વહુને પીડા ઊપડી. દવાખાને લઈ ગયા.  થોડી વાર પછી ડૉક્ટરે આવી કહ્યું, “માતા અથવા સંતાન બંનેમાંથી માત્ર એકનો જીવ બચાવી શકાય...  નિર્ણય તમારે કરવાનો.” રંભાબા કહે, “મારા વારસદારને બચાવો. સેતુ  આજે પંદર વર્ષનો થયો છે.  દાદીમાને ફક્ત એટલું બોલ્યો, “તમે કેટલા સ્વાર્થી છો…”


Rate this content
Log in