MITA PATHAK

Others

3  

MITA PATHAK

Others

સુંદરતાનો મોહ

સુંદરતાનો મોહ

3 mins
237


નરેશને, તેના ભાઇઓ લગ્નમાં મોજ મસ્તી કરતા હતા. ત્યાં એકાએક તેનો ભાઇ બોલ્યો ! 'મારા પછી તારી વારી નરેશ.' એટલે નરેશભાઈના મનમાં પણ થનગનાટ ચાલું થઇ જાય છે. જાન લઈને ગયા ત્યારેથી, બધા નરેશની ઉડાવતાં ભાઇ તું પણ તૈયારી કરી લે. ચાલ, આજથી આપણે જોવાનું ચાલું કરીએ. આવી વાતની હસી મજાક ચાલી રહી હતી ! ત્યાં રસમ ચાલું થાય છે. કલવો પિરસવા આવેલી સાડાવેલીઓ જીજાની નાક પકડવા ખેંચા ખેંચી કરી રહી છે. જેમાં લાંબા ચોટલા ને ગોળમટોળ મોઢુંને સુંદર સાડાવેલી જેનો ચોટલો ; નરેશ જે તેના ભાઇના નાક બચાવા બેઠો હતો તેને અડકી રહીયો હતો.અને નરેશની નજર તેના ઉપરથી હટીજ નહીં.

ઉપરથી રાતના તેનેજ ગરબામાં તેને તેની બહેન સાથે ગરબા રમતા જોઈ હતી ત્યારની તે મનમાં વસી હતી. અને આજે પણ તેની નજર તેના ઉપર અટકી હતી. એટલે વરરાજા બનેલાં ભાઇએ ઘક્કો મારીને નરેશને કહ્યું ; 'બોલ આજે નક્કી કરવું છે કે પછી ?'એટલે નરેશ આંખ મારતાં કહ્યું ; 'પછી રાખને ?'

ભાઇના લગ્ન ને એક મહિનો થયો હશે ને વાત આવી કે છોકરી મધ્યમ વર્ગની છે પણ તેના મા બાપ બહુ સંસ્કારી, અને ખૂબજ સરળ સ્વભાવ ના છે એટલે છોકરીઓ પણ એવી જ છે. અટલે નરેશના મમ્મી પપ્પા એમ કે જો સગામાં સારી છોકરી મળતી હોય તો શું કામ ના પાડવી ! ઓછું ભણેલી છે, પણ ઘરનું કામકાજ સંભાળે તેવી છે ? તો આપણે હાજ કહી દઇએ. એટલે આપણું ઘર સચવાઈ જાય. એમ પણ આપણે ગામડામાં જીવન જીવવાનું છે. છોકરી શહેરની છે એટલે થોડી આવડત વધારે હશે તો મારા ભોળા નરેશનું ઘર થઈ જશે. એકવીસ વર્ષે નરેશના ઘડીયા લગન લેવાયા. લગ્નના બે દિવસ સુધી તો ઘરમાં મહેમાનનો અવરોજવરો રહ્યો.

પછી થોડા દિવસના અંતરે નવી વહુનો કામ કરવાનો વારો આયો. સાસુએ ભાખરી બનાવવાનું કામ આપ્યુ. ભાખરી બનાવતાની સાથે ગરમી લાગવાને કારણે નવી દુલ્હન દોડીને સીધી વાડામાં હાથપગ ધોવાને બદલે ઊભી ટાંકીએ પહેરલ કપડે નાહી લીધું. ઘરના બધા દોડીને ત્યાં ભેગા થયા ! કે તેને શું થયું હશે ? કયાંક દાઝી તો નથી ને ? પણ પુછપરછ કરતા ખબર પડી કે ગરમી બહું લાગી હતી. બધા એ વખતે હસવામાં વાતને કાઢી પણ, સમજું સાસુ દુઃખી થયા ! અને (મનમાં બબડયા કે સુંદરતાનો મોહ) મારા ભોળા નરેશના ઘર વસાવવા સમજું છોકરી તો આટલી અણસમજુ છે. હવે શું થશે મારા નરેશનું ?

આમ થોડા દિવસ પછી તે નરેશ શહેરમાં જઇને વસે છે. થોડી કમાણી થાય તો નરેશના ભાઈ બહેનોના કામ આવે અને ના કામ આવે તો કંઈ નહીં તેમનું તો પુરુ કરશે. પણ સાસુ માએ બારણા આવતાજ વહુને ઓળખી લીધા હતાં પણ કોઈની છોકરી ને આમ પાછી ના મોકલાય સમય રહેતા શીખી જશે, પણ..શું ?

પણ સમય પણ કંઈ શીખવાડી શક્યું નહીં. નરેશ કમાય એનાથી વધુ જાય. કોઈ આવડત નહિ ઘર પણ અવેરી રાખવાનો આવડત નહિ. હા બહાર હરવા ફરવા ઉંચી હિલ પહેરીને જવાની સમજ. પણ ઘરમાં બાથરૂમમાં લપસી જવા સેજ ચિંતા નહિ. મા ગામડે બેઠી ચિંતા કરે મારા છોકરો ચોખ્ખાઈમાં રહેલો આ રુપના રુડીને શું મોહી ગયો. પણ હવે સમય પાછળ જવાનો નથી એતો દોડવાનો છે તેને દિકરીનો જન્મ થાય છે. પણ તોય અણી સુધ્ધા સમજણ ન આવી. ઉપરથી પરી જેવી દીકરી ભગવાને આપી. પણ ઘર લઇને બેસવાની સમજ ન આવી. માએ દિકરાનો દીકરી વરસની થઇ એટલે તેની પાસે રાખી લે છે અને બા એ મા સમાન થઈને મોટી કરવાની જવાબદારી લે છે. દસ વરસ નરેશ નોકરી બહાર કરે છે પણ ભાડા જેટલાજ પૈસા હશે એવું કહો તો ચાલે એટલે માતા પિતા તેને પરત બોલાવી લે છે. ઉપરથી બીજા બે દીકરા છે. એટલે શહેરમાં પહોંચી ન રહેવાથી પહેલા દીકરાને પણ બા સાથે મોકલી દીધો. એટલે નરેશની બહેનો એની મમ્મી કહ્યું 'તું નરેશ ઘરે જ બોલાવી લે, કમસે કમ તારું કામ ઓછું થાય અને પપ્પાનો ધંધો ભાઇ ચલાવશે તો પપ્પાને પણ રાહત.

નરેશ શહેર ગામડે પાછા રહેવા આવે છે....



Rate this content
Log in