સુખનું કારણ (ઝેનકથા)
સુખનું કારણ (ઝેનકથા)


સુકરાત મહાન સંત હતા. તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા હતા. સુખસુવિધાઓ પર ઓછામાં ઓછું નિર્ભર રહીને જીવવું એ તેમનો જીવનમંત્ર હતો. જોકે સંત સુકરાતને એક આદત હતી તેઓ જયારે પણ બજારમાંથી પસાર થતા ત્યારે બધી ચીજવસ્તુઓને ખૂબ ધ્યાનથી જોતા અને ખુશ થતા. તેમના શિષ્યને તેમનું આવું વર્તન અજુગતું લાગતું. તે હંમેશા એમ વિચારતો કે જો ગુરૂજીને આ વસ્તુઓ આટલી જ ગમે છે તો તે ખરીદી કેમ લેતા નથી!”
એકવખત જયારે તેણે પોતાના મનની શંકા સંત સુકરાતને કહી સંભળાવી ત્યારે તેઓ હસીને બોલ્યા કે, “હું વસ્તુઓને જોઇને નહીં પરંતુ એ વિચારીને ખુશ થઉ છું કે બજારમાં એવી ઘણી વસ્તુઓ છે કે જેના વગર હું સુખ અને શાંતિથી રહી શકું છું.”
(સમાપ્ત)