STORYMIRROR

Varsha Bhatt

Others

3  

Varsha Bhatt

Others

સુખી લગ્નજીવનની ચાવીઓ

સુખી લગ્નજીવનની ચાવીઓ

1 min
222

લગ્ન એક એવો સંબંધ છે જેમા બે અજાણ્યા હૈયાઓ એ એક થઈને જીવન જીવવાનું હોય છે. શરૂઆતમાં તો બધુ બરાબર હોય છે પણ જેમ જેમ સમય પસાર થાય તેમ બંને પાર્ટનરને બસ એકબીજાનાં દોષ જ દેખાય છે.

પણ જો આ બાબતો ધ્યાનમાં રાખશો તો લગ્નજીવન સુખી રહેશે. સૌ પહેલા તો બંને એકબીજાને સમજવાની કોશિશ કરવી જોઈએ. બીજી વાત કે બંને એ એકબીજાને સન્માન આપવું જોઈએ બીજાની હાજરીમાં કયારેય તમારા પાર્ટનરને ઉતારી પાડશો નહી. કયારેય પણ જો બંનેમાંથી કોઈની પણ ભૂલ થાય તો માફ કરતાં શીખો. નાની નાની વાતોમાં ખુશી શોધો જેમ કે બર્થ ડે હોય કે એનિવર્સરી એકબીજાને સરપ્રાઈઝ આપો. 

એક વાત ખાસ યાદ રાખવી કે કોઈનું પણ લગ્નજીવન સંપૂર્ણ નથી હોતું તો જીવનસાથીની નબળાઈ, તેમની ખામીઓનો દિલથી સ્વિકાર કરો. અને એકબીજાથી કશું છૂપાવો નહીં, જો ભૂલ થઈ હોય તો પણ દિલથી માફી માંગી લો. તો જ તમારૂ લગ્નજીવન ખીલેલાં પુષ્પોથી મહેંકતા બાગની જેમ મહેંકી રહેંશે. 


Rate this content
Log in