Varsha Bhatt

Children Stories Tragedy

4  

Varsha Bhatt

Children Stories Tragedy

સરોગસી ભાગ : ૫

સરોગસી ભાગ : ૫

2 mins
221


(રીયાની વાત સાંભળી અંજલી વિચારમાં પડી જાય છે. હવે અંજલી શું નકકી કરે તે જાણવા વાંચો...

રીયા અને અંજલી વચ્ચે બાળકની વાત થઈ એ વાતને ઘણા દિવસો વીતી ગયા. અંજલી પણ ઓફિસનાં કામથી બહાર હતી. તેથી રીયાને મળી ન હતી. રીયા અંજલીનો જવાબ જાણવા આતુરતાથી રાહ જોતી હતી. તેને ચિંતા હતી કે જો અંજલી ના પાડશે તો ? શું અમારી મિત્રતા પહેલાં જેવી રહશે ? વિચારોમાં ગરકાવ થયેલી રીયાને ડોરબેલનો અવાજ આવતા દરવાજો ખોલે છે તો અજીત હોય છે. બંને સાથે મળી ચા પીવે છે. અજીત રીયાને પુછે છે કે,

"તે અંજલીને વાત કરી."

તો રીયા કહે, "અંજલી વિચારીને જવાબ આપશે."

બીજા દિવસે રીયા અંજલીને તેના ફેવરેટ કોફી શોપમાં બોલાવે છે. બંને કેપીચનોનો ઓર્ડર આપે છે. કોફીની ચુસકી લેતા બંને ખામોશ હોય છે. પછી અંજલી કહે

"રીયા મેં નકકી કર્યુ કે મારૂ જીવન તો એક ઠહેરાવ બનીને રહી ગયુ છે. ન આગળ જવાની ઇચ્છા, કે ન કોઈ ખુશી. બસ આનંદની યાદોને સથવારે જ બાકીનું જીવન વિતાવાનું છે. મારા એક પ્રયત્નથી મારી બેસ્ટ ફ્રેન્ડનાં જીવનને ખુશીથી ભરી શકતી હોય તો મારે આ કરવુ જોઇએ. અંતે અંજલી રીયાને કહે હું તારા બાળકની મા બનીશ."

રીયાને તો પોતાના કાન પર વિશ્વાસ જ નહતો બેસતો કે અંજલી માની જશે. તે ખુશીથી અંજલીને ભેટી પડે છે. અજીત દ્વારા કોઈ સારા ડોકટરનો સંપર્ક કરી આગળ વધશે આ વાત કરી બંને સહેલીઓ છુટી પડી. 

ઘરે જઈને રીયા અજીતને ખુશીનાં સમાચાર આપે છે કે અંજલી માની ગઈ. નકકી કરી પછીનાં રવિવારે અજીત ડોકટર બેન્કર સાથે મુલાકાત ગોઠવે છે. અને રીયા ફોન કરી અંજલીને પણ જણાવે છે. રવિવારે અજીત, રીયા અને અંજલી ડોકટર પાસે જાય છે. ડોકટર અંજલીનું ચેકઅપ કરે છે. અંજલીનું ગર્ભાશય ગર્ભ રાખવા માટે તંદુસ્ત છે. હવે આગળ પછી મિટીંગ ગોઠવીશુ. રીયા અંજલીને કહે,

"હવે તું નોકરીમાંથી થોડા દિવસ રજા લઈ લે" 

પણ અંજલી કહે છે, "હમણા નહી થોડા મહિના ચાલુ રાખું પછી લીવ મુકીશ." 

પછીનાં રવિવારે અજીત અને રીયા સિદ્ધિ વિનાયકનાં મંદિરે જાય છે ને ગણપતિ દાદાનાં દર્શન કરે છે. રીયાનું ચેકઅપ કરીને ડોકટર તેના ફળદ્રુપ ઈંડાને ગર્ભાશયમાંથી લઈ અને અજીતનાં શુક્રાણુ સાથે મળાવીને ક્લિનિકમાં મોકલે છે. અને પછી અંજલીને બોલાવી તેના ગર્ભાશયમાં રાખવામાં આવે છે. થોડા દિવસોનાં આરામ પછી વળી અંજલીની કુખમાં અલ્ટ્રા સાઉન્ડથી બાળક બરાબર છે કે નહી બાળકનાં ધબકારા વગેરેનો સોનોગ્રાફી રિપોર્ટ પણ થઈ ગયા. રીયા ખુબ ખુશ હતી.

એક દિવસ અંજલીની તબિયત બગડતા રીયા અંજલીને જીદ કરી પોતાના ઘરે લઈ આવી. અને જયાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી અહીં જ રહેવાનુ કહ્યુ. હવે પાંચ મહિના પુરા થતા અંજલીએ નોકરીમાંથી રજા મુકી. અજીત પણ અંજલીનું ખુબ ધ્યાન રાખતો. અને રીયા તો સવારથી તેની સેવામાં હાજર હોય.

(શું અંજલી બાળકને જન્મ આપી રીયાને સોપશે? જાણવા માટે વાંચો સરોગસી ભાગ:6

ક્રમશ:. . .


Rate this content
Log in