Varsha Bhatt

Children Stories Tragedy

4  

Varsha Bhatt

Children Stories Tragedy

સરોગસી ભાગ:૪

સરોગસી ભાગ:૪

2 mins
201


(રીયાને અજીત તો રાજી હતા પણ અંજલી સરોગસી મા બનવા રાજી થશે ? વાંચો આગળ) 

"આજ ફિર જીનેકી તમન્ના હૈ. આજ ફિર મરને કા ઈરાદા હૈ "

આ ગીત ગણગણતા રીયા આજે ખુબ જ ખુશ હતી. આજે સાંજે તે અંજલીને મળીને બાળક માટે વાત કરવાની હતી. રીયાએ ફોન લીધો ને અંજલીને કોલ કર્યો.

"હાય અંજુ ડાર્લિંગ કેમ છે ? તું ફ્રી હોય તો સાંજે મળીએ કોફી શોપમાં ?"

અને છ વાગે મળવાનું નકકી થયુ. રીયા ખુશની સાથે થોડી ઉદાસ પણ હતી. કે જો અંજલી મારા અને અજીતનાં બાળકની મા બનવા રાજી નહી થાય તો ? અંજલીએ તેના સસરાની પણ પરવાનગી લેવી પડશે. જેવા કેટલાય પ્રશ્નો એ રીયાનું મન ગમગીન બનાવી દીધુ. બસ હવે જટ સાંજ પડે તેની રાહ જોતી હતી. 

સાંજે છ વાગે બ્લૂ આસમાની સલવાર કમીઝમાં તૈયાર થઈને કોફી શોપમાં ગઈ. થોડીવાર રાહ જોઈ ત્યાં અંજલી પણ આવી. અંજલી પણ આજે ખુશ દેખાતી હતી. તેને પણ આજ કંપનીએ નવો પ્રોજેકટ આપ્યો હતો. રીયા વાતની શરૂવાત કેમ કરવી એ વિચારતી હતી. અને પછી તે અંજલીને કહે છે કે

"જો મારે કોઈ મદદની જરૂર હોય તો શું તું મને મદદ કર."

આ સાંભળી અંજલી કહે છે. "અરે! યાર આ કાઈ પુછવાની વાત છે ? તારા માટે હું કાઈપણ કરવા તૈયાર છું બોલ શું કામ છે ?"

રીયા અંજલીનો હાથ હાથમાં લઈને બોલી, "અંજુ શાંતીથી સાંભળજે મારા અને અજીતનાં લગ્નને આટલા વરસો થયા કેટલાય ડોકટરોને બતાવ્યુ. પણ મારી ફેલોપીયન ટયુબ બ્લોક છે. તેથી હું કંસીવ કરી શકતી નથી. પહેલા અમે વિચાર કર્યો કે અનાથઆશ્રમમાંથી બાળક દત્તક લઈ એ પણ મારા સાસુ સસરા આ વાતથી રાજી નથી. જો તને યોગ્ય લાગે તો તું અમારા બાળકની મા બનીશ ?"

આ સાંભળી અંજલી જાટકા સાથે તેનો હાથ લઈ લે છે.

"તું આ શું બોલે છે તને કંઈ ભાન છે ? તારી હાજરી માં હું તારા બાળકની મા બનુ." 

આ સાંભળી રીયા અંજલીને શાંત કરી બેસાડે છે. અને કહે છે કે, "તું વિચારે છે એવુ કાંઇ નથી તારે ખાલી મારા અને અજીતનાં અંશને તારી કુખમાં પાળવાનો છે. તારા નવ મહિના મારા નવ ભવ સુધારી દેશે. મારા જીવનમાં ખુશીઓ લાવી દેશે."

રીયાની વાત સાંભળી અંજલી પણ વિચારમાં પડી જાય છે. તે કહે છે, "હું વિચારીને જવાબ આપુ" અને બંને સહેલીઓ છુટી પડે છે.

(શું અંજલી રીયાની વાત માની તેના બાળકની મા બનશે? કે ના પાડશે? જાણવા વાંચો સરોગસી ભાગ:5)

(ક્રમશ) 



Rate this content
Log in