Varsha Bhatt

Others

4  

Varsha Bhatt

Others

સરોગસી - ૧૦

સરોગસી - ૧૦

2 mins
223


પાર્થ અને માયરાની નજદીકી ધીરે ધીરે વધતી જતી હતી. બંને જાણે એકબીજા માટે જ સર્જાયા હોય પણ બંને શરમાળ હોવાથી વાત હાય, હેલ્લોથી આગળ વધી ન હતી. આજે રવિવારની રજા હતી તો પાર્થ ફોન કરીને માયરાને ફિલ્મ જોવા માટે કહે છે. બંને ફિલ્મ જોવા જાય છે. અંધારામાં ભૂલથી પાર્થનો હાથ માયરાનાં હાથ પર મૂકાઈ જાય છે ને 440 વોલ્ટનો ઝાટકો લાગે છે બંને પ્રેમી હૈયાઓ એકબીજામાં મશગુલ થઈને જાણે સાતમા આસમાનમાં વિહરતા હોય એમ લાગે છે. ફિલ્મ પૂરી થાય છે બંનેમાંથી કોઈ કશું બોલતું નથી. પાર્થ માયરાને ઘરે મૂકીને પોતાની કાર ઘર તરફ હંકારી મૂકે છે. 

અંજલીની તબિયત હવે સારી હતી. અંજલીને પણ માયરા ગમતી હતી. અંજલી પાર્થનાં ઘરે જાય છે અને કહે છે કે તારે માયરા વિશે તારા માતા પિતાને જણાવી દેવું જોઈએ. રાતે પાર્થ રીયાને ફોન કરીને માયરા વિશે કહે છે. રીયા તો તે સાંભળી ખુબ ખુશ થાય છે અને કહે છે કે આજનાં છોકરાઓ માતા પિતાની એક જવાબદારી ઓછી કરી નાંખી છે. પોતાના જીવનસાથી પોતેજ શોધી લે છે. અજીત પણ આ સાંભળી ખુશ થાય છે. અને પાર્થ રીયાને બાજુમાં રહેતા આંટી વિશે પણ જણાવે છે. માયરાનાં સપના જોતા કયારે પાર્થની આંખ મીચાઈ ગઈ ખબર ન પડી. 

અંજલી નથી જાણતી કે પાર્થ તેનો જ અંશ છે. અને પાર્થ પણ નથી જાણતો કે અંજલી એ જ મને જન્મ આપ્યો છે. બસ, એકબીજાની અજાણી લાગણીથી જોડાયેલા છે. એકવાર સવારમાં વૉક કરતાં પાર્થ કહે છે કે તે દિવાળીની રજાઓમાં ઘરે જશે ત્યારે તેના માતા પિતાને સાથે લાવશે. અંજલી તેને માતા પિતાનું નામ પૂછે છે. પાર્થ કહે મારી મા નું નામ રીયા ને પિતાનું નામ અજીતભાઈ છે. આ સાંભળીને અંજલી એકદમ શોકમાં આવી ગઈ. પાર્થ કહે છે કે અમે મુંબઈમાં બોરીવલી ઈસ્ટમાં રહીએ છીએ. આ સાંભળી અંજલીનાં હોશકોશ ઊડી ગયા. હવે તેને સમજાય ગયું કે એક અજાણ્યાં છોકરા સાથે કેમ મમતા ઉભરાતી હતી. તે ખૂબ જ ભાવવિભોર બની જાય છે આંખોમાં આંસુ આવી જાય છે. તે પાર્થ ને ગળે લગાવે છે અને કહે છે કે મને પણ મારા દીકરાની યાદ આવી ગઈ.

ક્રમશઃ


Rate this content
Log in