સપોર્ટ
સપોર્ટ
1 min
14.7K
બાળકોના આરામદાયી જીવનને સફળ કારકિર્દીના ખર્ચાઓને સપોર્ટ કરવા માટે આખું જીવન ઘસી નાખનાર એ માણસના બાળકોએ આજે આઈ સી યુની બહાર રાહ જોતી માને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું,"હવે ખર્ચો માથાની ઉપર થયો છે.. આજે જ સપોર્ટ સિસ્ટમ હટાવી લઈએ."
