સપનાંની ઉડાન
સપનાંની ઉડાન
સપના એક ગરીબ ઘરની દિકરી હતી. તેના પિતાજી એક સામાન્ય શાકભાજીની લારી ચલાવી ઘરનું ભરણપોષણ કરતાં. પરંતુ સપનાના સ્વપ્ન તો બહું ઉંચા હતાં.
ભણીગણીને આર્મીમાં જોડાવું. અને દેશની સેવા કરવી. ખૂબ હિંમતવાળી છોકરી હતી. આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે પોતે અભ્યાસ સાથે નાનાં બાળકોનું ટ્યુશન કરાવે. એમાંથી જે આવક થાય એ અભ્યાસમાં ખર્ચ કરે.
આ ઉપરાંત મમ્મીને ઘરકામમાં મદદ કરે પિતાજીને શાકભાજીની લારીમાં. જેના સ્વપ્ન ઉંચા હોય તેની મહેનત પણ જોરદાર હોય. સપનાએ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા દિનરાત એક કરી દિધા.
આખરે તેનું સ્વપ્ન પૂર્ણ થયું. અને આર્મીના મોટા અફસર તરીકે પસંદગી પામી.
"જેના સ્વપ્નમાં જાન હોય
તેની ઉડાન ઉંચી હોય
સપના સાકાર કરવા જાગવું પડે
સુતા સુતા તો સવાર જ થાય."
