Bhavna Bhatt

Others

4.2  

Bhavna Bhatt

Others

સફળ કોરીયોગ્રાફર

સફળ કોરીયોગ્રાફર

3 mins
182


આત્મબળ થકી અથાગ પરિશ્રમ કરીને સફળતા પ્રાપ્ત થાય છે આ શબ્દો છે સફળ કોરીયોગ્રાફર બેલા બેન શાહ નાં.મનને મનાવવું,એ જિંદગી જીવી કહેવાય, ને ક્યારેક મનનું પણ માનવું

એ જિંદગી માણી કહેવાય છે.

૧૯૭૧ ની સાલમાં કનુભાઈ શાહ ને ત્યાં દીકરી અવતરી એનું નામ બેલા પાડવામાં આવ્યું.

લાડકોડથી ઉછેરવામાં આવી.. નાનપણથી જ કંઈ પણ સરગમનાં સૂર સાંભળે એટલે હાથ, પગ થિરકવા લાગે..

નવ દશ વર્ષની ઉંમરે ગરબામાં નંબર લાવતાં હોય.

માતાપિતાની ઈચ્છા હતી કે દીકરી આગળ વધે.

વધુ સહકાર પિતાજી એ આપ્યો.

ભણતરની સાથે ગરબાના ક્લાસીસમાં મૂક્યા. 

ક્લાસીસ તરફથી દિલ્હી ને અન્ય સ્થળે ગરબા રમવા જતાં ને ત્યાં ઈનામો જીતીને આવતાં.

ભણતાં ભણતાં સ્કૂલમાં થી જ સાથે ને કોલેજમાં પણ સાથે અભ્યાસ કરતાં દિપેશ નામનાં યુવક સાથે પ્રેમ થયોને અંતે લગ્ન ગ્રંથિથી જોડાયા..

લગ્ન પછી દિપેશ ભાઈ એ બેલા નાં શોખ ને પ્રોત્સાહન આપ્યું ને આગળ વધવા માટે સાથ સહકાર આપ્યો.

૧ મે ૧૯૯૩ માં નાદ સાદ સંસ્થાની કોરીયોગ્રાફર તરીકે શરૂઆત કરી ને ઘરના ટેરેસ પર જ શ્રી ગણેશ કર્યા. 

શરૂઆતમાં પાંચ જ છોકરાઓ આવતાં હતાં ને છ મહિનાની ફી ૩૦૦ રૂપિયા જ લેતાં હતાં.

આટલી ઓછી ફી માં પણ ઠાકોર ભાઈ હોલમાં. લો ગાર્ડન પાસે આવેલું છે એમાં શો કરતાં હતાં.

આમ ધીમે ધીમે નામના થકી આગળ વધી રહ્યાં હતાં.

૧૯૯૩ નું વર્ષ ફળદાયી બની રહ્યું કારણકે ૧૯૯૩ માં મોટા દીકરા નિધીપ નો જન્મ થયો..

દીકરાને નાનપણથી જ સાથે લઈને શીખવાડવા જતાં હતાં..

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો ત્યારે પણ ક્લાસીસમાં ડાન્સની પ્રેક્ટિસ કરાવતાં હતાં.

એ માહોલ બહું દુઃખદાયી સર્જાયો હતો..

૨૫ ડિસેમ્બર ૨૦૦૦ નાનો દીકરો દ્વિપ નો જન્મ થયો ને એકાએક જ તબિયત ખરાબ થઈ ગઈ ને અચાનક જ શ્વાસની તકલીફ શરુ થઈ ગઈ હતી..

પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ પ્રમાણે મોટા દીકરો નિધીપ હજુ તો નાનો જ હતો પણ નાનું નાનું તોય સિંહ નું બચ્ચું એ યુક્તિ અનુસાર મા ને મદદરૂપ થાય ને દિપેશભાઈ નો પૂરો સહકાર .

દિપેશ ભાઈ ગુજરાતી માં ગોલ્ડ મેડાલિસ્ટ હતાં સાથે સાથે અંગ્રેજી ને ગણિત માં પણ માસ્ટર માઈન્ડ છે.

નિધીપ નાનાં ભાઈ દ્વિપ ને પણ સાચવે ને બેલા બેન ને મદદરૂપ થાય ને એવાં કપરાં સંજોગોમાં પણ ફેશન શો ને ડાન્સ નાં પ્રોગ્રામ કર્યા.

નિધીપ પણ હવે સારી કોરીયોગ્રાફી કરી લે છે..

નાનો દ્વિપ સવા મહિનાનો થયો ને ડાન્સ શિખવાડવા સાથે લઈને જતાં હતાં.

ભૂકંપ પછી સ્કૂલો બંધ હતી ત્યારે ડાન્સ શિખવા માટે ૧૫૦ વિદ્યાર્થીઓ હતાં. દર વર્ષે કોઈ પણ મોટાં હોલમાં ડાન્સ શો રાખે અને સેલિબ્રિટી ને જજ તરીકે બોલાવામાં આવે..

આમ અથાગ મહેનત ને પરિવારના સાથ સહકાર થકી સમગ્ર દેશમાં સફળતા પ્રાપ્ત કરી..

ફોક ડાન્સ માં ભારત ક્યારેય જીત્યું નહોતું. પણ.

૨૦૧૯ માં યૂરોપમાં ડાન્સ વર્લ્ડ કપમાં ભાગ લેવા ગયાં ને ૬૫ દેશો વચ્ચે ભારત ને ફોક ડાન્સ માં સુવર્ણ ચંદ્રક જીતાડી ને આવ્યાં.

જ્યારે જ્યારે ઠાકોર ભાઈ હોલમાં કે ટાગોર હોલમાં ડાન્સ શો રાખે ત્યારે સેલિબ્રિટી ને જજ તરીકે બોલાવે..

એમાં જાણીતા કોરીયોગ્રાફર સરોજ ખાન ને ૨૦૦૭ માં રાઈફલ ક્લબમાં શો રાખય હતો ત્યારે બોલાવ્યા હતાં ગાડીમાં લઈ જતાં હતાં ત્યારે એમને જોવાં માટે પબ્લિક ઉમટી પડી હતી..

ગીતા કપૂર, ટેરેસ લૂઈસ ને અન્ય બોલિવૂડ સ્ટાર્સ ને બોલાવતાં હતાં..

શૂન્યમાંથી સર્જન કર્યું હતું ને અથાગ પરિશ્રમ થકી સમાજમાં સફળતા ને નામનાં મળી છે..

આજે ઘરમાં ફૂલ ફેસિલીટી છે એ બધું જ પોતાના પરિશ્રમ થકી જ પ્રાપ્ત કર્યું છે.

એક બેડરૂમમાં રહેતાં હતાં અને આજે અંજલિ ચાર રસ્તા પાસે ફૂલ ફેસિલીટીવાળું ઘર છે.

કોરોના નાં બે વર્ષ કપરાં કાળ જેવાં આવ્યા પણ હિમ્મત ને મહેનત રંગ લાવી.

૨૦૨૨ માં થાઈલેન્ડ વીસ દેશો વચ્ચે ડાન્સ હરિફાઈમાં ત્રણ લાખ નું ઈનામ જીત્યાં.

આજે કોરીયોગ્રાફર તરીકે સફળતા કદમ ચૂમે છે.

દેશ વિદેશમાં બેલા બેન શાહ કોરીયોગ્રાફર તરીકે નામના મેળવી ચૂક્યા છે.

છતાંયે હજુ અથાગ મહેનત ચાલુ છે ને નવાં શો નાં આયોજનમાં ડૂબેલા છે.


Rate this content
Log in