સોનુ અને પરી
સોનુ અને પરી
"ચાલ સોનું, હવે મોબાઇલ આપી દે. જો રાત્રીના દસ વાગ્યા. હવે સુઈ જવાનું છે. કાલે પાછું સવારે સ્કુલે જવાનું છે. " સોનુની મમ્મી બોલી. .
"મમ્મી. . . બસ પાંચ મિનિટ" સોનુ બોલ્યો.
" જો બેટા, ભણતા બચ્ચા મોબાઈલ બહુ ના જુએ. આ શનિવાર અને રવિવારની રજાઓમાં ટીવી, કાર્ટૂન અને મોબાઇલ ગેમ જ કરી છે. મંગળવારે તારે પર્યાવરણની પરિક્ષા છે. "
"લો મમ્મી,આ તમારો મોબાઇલ. પણ મમ્મી તું તો મને વ્હાલ તો કરતી નથી!"
"આવ બેટા મારી પાસે. તને લાડ કરૂં. આમને આમ તું બગડે છે. . આખો દિવસ કામ હોય છે બેટા. એટલે સમય મળતો નથી. "
"મમ્મી,એક સવાલ પુંછું?"
"હા,બોલ બેટા".
" મમ્મી, આપણે પશુ પક્ષીઓની વાતચીત સાંભળી શકીએ?".
"કેમ પૂછે છે બેટા?"
"બસ એમજ મને વિચાર આવ્યો. ". .
" ના બેટા. . પણ જો પરી આવે તો એ પાવર આપી શકે. "
" ઓકે. . મમ્મી,મારી વ્હાલી મમ્મી" એમ બોલીને સોનું સૂવાનો પ્રયત્ન કરવા માંડ્યો. .
થોડીવાર માં સોનુ સૂઈ ગયો. સોનુને સ્વપ્નમાં એક પરી દેખાઈ. સુંદર પરી એક જાદુઈ છડી લાવી હતી.
પરી બોલી:- "જાગ સોનુ,જો હું પરી તને મળવા આવી. " સોનુ પરીને જોઇને ખુશ થયો. બોલ્યો :- હે સુંદર પરી, હું જે માગું એ મને આપશો. ?"
પરી બોલી:-" હા,બોલ તારે શું જોઈએ છે?".
"હે સુંદર પરી, હું પશુ પક્ષીઓની ભાષા, વાતચીત જાણી શકું એવી શક્તિ આપો. ". . . . . .
"હા, આપું. . પણ એક શરતે. . બોલ કબુલ છે?"
" હા, મને તમારી શરત કબુલ છે. મારે શું કરવાનું છે?. ".
" બેટા, આજથી તારે ભણવામાં ધ્યાન રાખવું. . મોબાઈલની આદત રાખવાની નહીં. . . અને ટીવી પણ દિવસમાં ફક્ત અડધો કલાક જોવાનું. બોલ આ શરત કબુલ છે?".
"પણ ,પરી તો પછી આખો દિવસ કરવાનું શું? ભણ ભણ કરવાનું!".
"ના, જો પહેલાના જમાનામાં ક્યાં ટીવી કે મોબાઇલ હતા. છતાં પણ લોકો આનંદથી સારૂં જીવતા હતા. સ્વસ્થ રહેતા હતા. જો કુદરતને,પશુ પક્ષીઓને, એનું ચહેકવાનુ. . . બાગ બગીચાનો આનંદ તેમજ ઘરમાં તેમજ બહાર રમાતી રમતો, ગીતોનો આનંદ લે. "
"ઓકે, મને કબુલ છે. મારે તો પશુપક્ષીઓની ભાષા જાણવી છે. ".
સારું . . .
એમ બોલીને પરીએ પોતાની જાદુઈ છડી સોનુને અડાડી. સોનુની આંખો એક મિનિટ માટે બંધ થઈ ગઈ.
એટલામાં સોનુને ગણગણાટ સંભળાયો. આંખો ખોલીને જોયું તો એની આજુબાજુ રંગબેરંગી પતંગિયા ઉડતા વાતો કરતા હતા.
'હેલ્લો ફ્રેન્ડ, પરી લોકમાં તારૂં સ્વાગત છે. આજથી તું મારો મિત્ર. સુખદુઃખ નો સાથીદાર. અમારી વાતો, તકલીફો માનવો સુધી પહોચાડજે. '
સોનુએ ખુશ થઈને હા પાડી. બાગમાં સુંદર ફૂલો જોવા ચાલવા લાગ્યો. એને એના પગ પાસેથી અવાજ સંભળાયો. .
. 'સોનુ જોઈને હો. હું કચડાઇ જઈશ. '.
સોનુએ એના પગ નીચે જોયું. બે ત્રણ કીડીઓ જતા જતા બોલતી હતી.
'ઓકે. . હું જોઈ ને ચાલીશ. '
સોનુને હવે પશુ, જીવજંતુ આને પક્ષીઓની ભાષાની સમજ પડવા લાગી.
પરી બોલી:- "જોયું મેં વચન પાળ્યું. હવે તારો વારો. કાલ સવારથી તારો ટાસ્ક શરૂ થાય છે. ".
"સોનુ,સોનુ, જાગ સવાર થઈ ગઈ. તારે સ્કુલ જવાનું છે. હમણાં વાન લેવા આવશે. ".
"મમ્મી સૂવા દેને. આજે રજા પાડીશ. "
"કાલે પરિક્ષા છે. આજે જવું પડે. "
સોનુને પરીની વાત યાદ આવી. એ જાગી ગયો. તૈયાર થયો અને વાનની રાહ જોતો ફ્લેટના ગેટ પાસે ઊભો હતો.
એટલામાં એક કૂતરો ભસતો ભસતો ગયો. .
' આ ગાડીઓ વાળા ને બાઈકવાળા જોઈને ચલાવતા નથી. કાલે તો મારી પુંછડી દબાઈ ગઈ હતી. '
સોનુએ સાંભળ્યું. ઓહ. એમ વાત છે. હું વાનવાળા ને કહીશ જોઈને ચલાવે. . .
એટલામાં એના પગ પાસે એક મંકોડો આવ્યો..
બબડતો હતો. . મારે તો કેટલું ધ્યાન રાખવાનું કોઈના પગ નીચે આવી જવાય. ને મારાથી ચટકો ભરાઇ જવાય છે. પછી મારો વાંક !'
ઓહ્. એમ. . . વાત. . સોનુ મનમાં બોલ્યો.
સોનુને સ્કુલમાં પણ આવા અવાજો સંભળાયા.
મનમાં બોલ્યો. . . તકલીફોતો બધાને છેજ.
બપોરે સ્કૂલમાંથી છૂટીને ઘરે આવ્યો. . .
પણ સાંજ સુધી એણે ના ટીવી જોયું કે ના મોબાઈલ ની જીદ કરી. સોનુની મમ્મી ખુશ થઈ.
પછી લાગ્યું કે સોનુની તબિયત સારી નહીં હોય.
ચાલને સાંજે પાસેના બગીચામાં ફરવા લેતી જાવ.
સાંજે સોનુની મમ્મી સોનુને સાથે બગીચામાં આવી. . . સોનુને તો હવે મજા પડી. પતંગિયા, કીડી મંકોડાની વાતચીત સાંભળવાની. . .
પક્ષીઓ બોલતા સાંભળ્યા કે આ માણસો વૃક્ષો કાપી ને નવા મકાન કે ફેક્ટરીઓ બનાવે પછી આપણે ક્યાં જવાના ! હે ઈશ્વર માનવોને સદબુદ્ધિ આપો.
સોનુને હવે પર્યાવરણની ગંભીરતા સમજાઈ. . .
બગીચામાંથી બહાર આવ્યો. .
રસ્તા પરથી એક બાઈક વાળો ઝડપથી જતો હતો ને ગાયને ટક્કર વાગી. . .
ગાય બબડી. . . આ અમારી ગોચરની જગ્યા. . અમે ક્યાં જવાના. એમાં આવી રીતે વાગે. . . . હવે એ બાઇક વાળો આવે એટલે એને પાછળથી ઢીક મારૂં. . . મને જોરથી લાગ્યું છે.
હવે સોનુને વાસ્તવિકતાની ખબર પડી. . .
આ સંપીને રહેતા પશુપક્ષીઓની સુરક્ષા નહીં રહે તો પર્યાવરણ બગડી જશે. .
દુનિયામાંથી કુદરતનો આનંદ છીનવાઈ જશે. . તો પછી. આપણી પૃથ્વી પણ મંગળ જેવી થઈ જશે !.
બીજા દિવસે સોનુની પર્યાવરણની પરિક્ષામાં બે નિબંધ પૂછાયા. . (૧) પર્યાવરણની સુરક્ષા (૨) આપણું જંગલ. . . . કોઈ પણ એક લખવાનો હતો.
પણ સોનુએ બંને નિબંધ લખ્યા. . .
બંને નિબંધમાં સોનુને હાઈએસ્ટ માર્ક આવ્યા.
સોનુ હવે મોબાઇલ માટે જીદ કરતો નથી.
ટીવી ઓછું જુએ છે. . અભ્યાસમાં ધ્યાન રાખે છે.