સોનેરી સવાર
સોનેરી સવાર
રવિ અને તેના પરિવારના સભ્યો આજે તહેવાર નજીક હોવાથી ખૂબ ખુશ હતા. સૌના દિલમાં અનેરો આનંદ હતો. જો કે એક વાત તેમને વર્ષોથી તકલીફ આપતી. પણ કોઈ તેને ચહેરા પર આવવા ન દેતું.
વર્ષો પહેલાં રવિની પત્ની તેનાં નાનકડાં એક છોકરા સાથે રવિને છોડીને ચાલી ગઈ હતી. આમ તો રવિ ઈન્સાન ખુબ સારો. પરંતુ તેનો ગુસ્સો ભયાનક. કોઈ વાર ગુસ્સામાં તે શું બોલે તેની પણ ભાન ન હોય.
એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રવિએ પોતાની પત્નીને કહી દીધું કે ન પોસાય મારી સાથે તો છોડીને જઈ શકે. બીજી બધી વાત તો તેની પત્ની સહન કરી લેતી. પણ આ વાત તેને અસહ્ય લાગી. તે પાંચ વર્ષના નાના બાળક રુદ્રને લઈ ચાલી નીકળી.
આજે ચાર વર્ષ થયાં. રવિ તેની રાહ જોતો હતો. પરંતું આવવાના કૈઈ સમાચાર ન હતા. તે પછી જાણે આનંદનો દિવસ ક્યારેક જ હોય. પરંતું આજે નવું વર્ષ હતું. સૌ ખુશ લાગતાં હતાં.
આજે ખુશીનો દિવસ હતો. સૌ વહેલી સવારે ઊઠીને સ્નાન કરી, નવા કપડાં પહેરીને તૈયાર થયાં. નાનાં નાનાં યુવાનો વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા. સૌ ભગવાનના મંદિરે દર્શન કરવા નીકળ્યા.
મંદિરમાં રવિએ તેની પત્ની અને છોકરાને જોયા. રવિ તેને જોઈ આનંદિત થઈ ગયો. તેણે તેની પત્ની પાસે જઈ માફી માંગી. ફરી આવું વર્તન ક્યારેય ન કરવા જણાવ્યું.
આજના નુતન દિવસે જાણે તેના જીવનમાં સોનેરી સવાર ઊગી.
"આવ્યું નવું વર્ષ
લાવ્યું ખુશીની પળ
જીવન બન્યું ધન્ય
ઊગી સોનેરી સવાર."
