Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સો ટકા

સો ટકા

1 min
1.3K


આજે સરલાબેનની બહેનપણીઓ પેહલીવાર નવી વહુને જોવા આવી. વહુ ઉત્સાહમાં રસોડામાં ચા બનાવતી હતી.

"લગ્ન પછી દીકરાઓ બદલાઈ જ જાય. સાચવજે ૧૦૦ ટકા વહુનોજ ન થઈ રહે!" એક બહેનપણીના કટાક્ષથી રસોડામાં વહુનો ચહેરો ઉતરી ગયો. "હા, એને સાચવવોજ રહ્યો. કોઈની દીકરીને ઘરે લાવી ૧૦૦ ટકા એનો જ ન થઈ રહે તો હું એને ન છોડું." સાસુમાનો જવાબ સાંભળી વહુનો ચહેરો બમણો ખીલ્યો. પણ બહેનપણીઓનાં ચહેરા ઉતરી ગયા!


Rate this content
Log in