સંવેદના - એક દિશાની
સંવેદના - એક દિશાની
"બેટી દિશા, તારો આ બાઉજી તને ઈસ્કુલમાં દાખલો અપાવી શકતા નથી.. મારી સ્થિતિ પણ સારી નથી.. સવારથી હું મંજૂરી એ જાવ છું..તારો આંખો દિવસ આ નાનકડી ખોલીમાં..એ પણ અંધકારમાં..". દિશા ના બાપુજી બોલ્યા..
" બાઉજી, તમે મારી ચિંતા ના કરો. ઈશ્વર કૃપાથી મને અક્ષર જ્ઞાન છે.. મને ભજનોનો પણ શોખ છે..આખો દિવસ હું ભજન સાંભળું છું." દિશા બોલી..
પણ દિશા બેટી, આ તારા માટે નાનો રેડિયો લાવ્યો છું એ સાંભળે છે ને? તારો સમય જાય..અરર.. ભગવાન, મેં કેવા પાપ કર્યા છે કે હું મારી બેટી ને સુખી કરી શકતો નથી..અને એ બાપડી જન્મથી જ આંખે ઓછું.. નહિવત દેખાય છે. ડોક્ટર ને બતાવ્યું ..પણ મારી પાસે તો એના ઓપરેશન માટે પણ.....હે ભગવાન.. મારી સહાય કરજો.. મને કોઈ માર્ગ બતાવજો.".
આ સાંભળી ને દિશા બોલી," બાઉજી, તમે નાહક ની ચિંતા કરો છો. હું તો આનંદથી જીવું છું...હા..એક દીદી છે એ મને થોડું થોડું ભણાવે પણ છે... મારી યાદશક્તિ ઘણી સારી છે..એક જ વાર માં હું રટી લઉ છું...ને બાપુજી. ડોક્ટરે કહ્યું છે ને કે આંખો માં થોડું વિઝન છે...તો ઈશ્વર સહાય કરશે તો ઓપરેશન થશે. ને બાઉજી મારો દિવસ તો સારો જ જાય છે.. થોડું થોડું ઘર નું કામ કરવાની ફાવટ આવી ગઈ છે... સંધ્યાકાળે હું અહીં નજીક માં આવેલા મહાકાલી માતા ના મંદિર માં ભજનો સાંભળું છું...અને મને તો હવે ભજનો ગાતા પણ આવડે છે.તમે ચિંતા ના કરો.. તમને ખબર છે... જ્યારે હું નાની હતી ત્યારે તમે મને જબલપુર જોવા લઈ ગયા હતા. ત્યાં આપણે માં ત્રિપુરા સુંદરી માતા ના દર્શન કરવા ગયા હતા...મને તો થોડું કોક વાર દેખાય..પણ તમે એ દર્શનનું અદભૂત વર્ણન કર્યું હતું... પછી આપણે સાંજે સરસ્વતી ઘાટ પાસે આવેલા માં ચંદ્ર કલા માં ના સત્સંગ સભા માં ગયા હતા.પછી આપણે મોડી રાત્રેઅહીં હોશાગાબાદ આવી ગયા હતા."
હા.. બેટા એ ખબર છે...પણ તું અત્યારે કેમ કહે છે?" સાંભળ્યું છે કે માં બહુ દયાળુ છે.. જરુરીયાતને મદદરૂપ પણ થાય છે." પણ બેટી.. દિશા... મને તો તારા ઓપરેશન માટે મદદ માંગતા શરમ આવે છે. બેટી.. તું નાની હતી ત્યારે તારી માં એક રોગ માં મૃત્યુ પામી.. રૂપિયાના અભાવે હું દવાદારૂ કરાવી શક્યો નહીં..ને તને ત્યારથી સ્નેહથી ઉછેરી છે.. તારી જેમ મારી માં પણ બચપનમાં મૃત્યુ પામી હતી.. એટલે માં વગર ના બચ્ચા ની હાલત શું થાય છે એ ખબર છે. " હા,બાઉજી મને માં તો યાદ નથી..પણ તમે મને માં અને બાપ નો સ્નેહ આપ્યો છે. પણ બાઉજી મેં ક્યાં કહ્યું કે મદદ માંગો? ઈશ્વર ની કૃપા હશે તો થશે...પણ હું શું કહેતી હતી.. ત્યાં માં ના આશ્રમમાં બે જણ ના ભજનો મને ગમતા....યાદ કરૂં કોણ? હા.યાદ આવ્યું.... ગૌરી દીદી અને રાધા દીદી.....પણ બાઉજી એ વખતે એક કોઈ મધુર અવાજે ગાંધીજી નું પ્રિય ભજન વૈષ્ણવ જન...કોણ ગાયું હતું? એ ખબર પડી નહીં..".
"હા..બેટી...યાદ આવ્યું..તને તો હજુ પણ યાદ છે...એ માં ના આશ્રમ માં કોઈ નવી દીદી આવી છે માં એને પોતાની બેટી બનાવી છે...નામ તો ખબર નથી...પણ જેવો સુંદર દેખાવ...એટલો જ સુંદર અવાજ...".
પછી બાઉજી બોલ્યા," દિશા બેટી.હવે મને મોડું થાય છે.. તું બહાર જાય તો સાચવજે... હોં... હું જ ઈ છું...જય શ્રી રામ..."
દિશા એના બાઉજી સાથે હોશાગાબાદના એક બસ્તીમાં રહેતી હોય છે...એક નાનકડી ખોલીમાં.
દિશાની ઉંમર બાર વર્ષ ની હોય છે..એના બાઉજી દિવસે મજુરી એ જાય... જતાં જતાં એક વખત નું જમવાનું બનાવતા જાય...
દિશા ના જન્મ ના ચાર વર્ષ પછી એની માં એક અસાધ્ય રોગ ના કારણે મૃત્યુ પામી હતી.. દિશા બહુ લાગણી શીલ હોય છે.......
આજે પણ દિશા સાંજે નજીક માં આવેલા મહાકાલી મંદિર માં દર્શન કરવા જાય છે...અને એક બે ભજનો પણ ગાય છે.. દિશા એનું પસંદગી નું ભજન ગાય છે..
मैली चादर ओढके कैसे द्वार तुम्हारे आऊँ ।।
हे पावन परमेश्वर मेरे मन ही मन शरमाऊँ ।।
દિશા નું ભજન સાંભળી ને બધા ભાવ વિભોર થાય છે. એજ વખતે મંદિરમાં એક નવયુવાન દર્શન કરવા આવે છે..અને દિશાનું ભજન સાંભળે છે.
પછી દિશા માતાજી નું ભજન ગાય છે....
રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી,
દૂર તેરા દરબાર,
હો...રાજ... રાજેશ્વરી...
કૈસે મૈં આઉં મૈયા,(૨)
મૈં હું લાચાર,
રાજ રાજેશ્વરી....
જગ મેં હૈ કોઈ ના મેરા,(૨)
ઈક તેરે સિવા,મૈયા કોઈ નહીં મેરા,
નૈનો મેં જ્યોતિ નહીં,(૨)
પગ હૈ બેકાર,
રાજ રાજેશ્વરી....
આ ભજન સાંભળતા બધા ની આંખો ભીની થઈ જાય છે...એ નવો આવેલો યુવાનને પણ આંખમાં આંસુ આવે છે..એને એના ભૂતકાળના દિવસો યાદ આવે છે....... ભજનનો કાર્યક્રમ પછી દિશા પોતાના ઘર તરફ જાય છે..આગળ એક રસ્તો ઓળંગવાનો આવે છે.
એ લાકડી ના સહારે રસ્તો પસાર કરવા જાય છે એ જ વખતે એક નાનો ટેમ્પો એની બિલકુલ નજીક આવી જાય છે...એ ટેમ્પો દિશા સાથે ટકરાઈ જાય એ પહેલાં એ નવયુવાન ત્વરિત ગતિએ આવે છે ને દિશાને બચાવી લે છે...
પછી કહે છે,દીદી તને દેખાતું નથી?.. હમણાં ટક્કર વાગતી.. ઈશ્વર તને લાંબુ આયુષ્ય આપે..ચાલ હું તારા ઘરે પહોંચાડી દઉં. એમ બોલી ને એ નવયુવાન દિશાનો હાથ પકડે છે...
દિશા એ યુવાન નો આભાર માને છે..અને બોલે છે...બસ...એ જ મીઠો અવાજ...આવા શબ્દો નું બોલવું..જોઈ ને મને કોઈ યાદ આવે છે...હમમ... હા,યાદ આવ્યું... હું તમને ઓળખી ગઈ.ભાઈ... તમે મારા ભાઈ બનશો? મારે કોઈ ભાઈ નથી..મારી સાથે મારા નાનકડા ઘરમાં આવો તો હું તમને રાખી બાંધવા માગું છું...તમે ભાઈ બનશો? "