સંતાકૂકડી
સંતાકૂકડી
1 min
14.8K
મિત્રો જોડે સંતાકૂકડીની મજા માણી આવેલ સ્નેહલ કુતુહલથી પૂછી રહી,"મમ્મી મોટા થઈને પણ સંતાકૂકડી રમી શકાય?" ત્યાંજ મમ્મીનો મોબાઈલ રણક્યો. અન્યોના જીવનમાં નકામી તાકજાક કરવાનીને અન્યોની ખાનગી બાબતો જાણવાની કુટેવ ધરાવતા એ સંબંધી કોઈ અનુચિત પંચાત કરે એ પહેલાં જ મમ્મીએ એમનો નંબર વોઈસમેલ પર ફોરવર્ડ કરી નાખ્યો..
