સંકલ્પ
સંકલ્પ


વાત કરીએ એક નાનકડા ગામમાંથી આવેલ યુવકની. યુવકનું નામ પ્રથમ હતું. પ્રથમ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યો. ગામડાની ભોજનની રીતભાત અલગ હોવાની.
પ્રથમને બધાની જમવાની ટેવો જોઇને ખૂબ નવાઈ લાગી! જ્યાં જૂઓ ત્યાં લોકો નૂડલ્સ, પાસ્તા,બર્ગર અને પિત્ઝા ખાઈ રહ્યા હતા. દરેક વસ્તુમાં કેટલાય સમય પહેલા બનાવેલા સોસ નાખવામાં આવી રહ્યા હતા. આવું કેટલા સમય પહેલાંનું જમવાનું ખાવાથી શરીરને નુકસાન જ થવાનું. એના કારણે એણે જોયું કે જુવાન છોકરાઓ પણ બેડોળ લાગી રહ્યા હતા.
ગામડામાં તો જુવાનિયાના શરીર કેવા કસાયેલા હોય! હળ ચલાવે અને ખેતરમાં જાય. બાજરાનો રોટલો,છાસ ને કાચી ડુંગળી ખાય તોય કેવા અલમસ્ત હોય!!
અને અહી ચીઝ ખાઈ ખાઈ ને પછી જીમમાં જાય. પહેલાં જમવાના પૈસા બગડે અને પછી કસરતના!
એ કૉલેજના ત્રણ વરસ રહ્યો. એ પછી પણ આગળ અભ્યાસ કર્યો. દિવસે ને દિવસે એનો ઈરાદો મક્કમ બની રહ્યો હતો. એણે નક્કી કર્યું કે એ એક એવી સંસ્થા ખોલશે જે દરેકને આ જંક ફૂડ ના ગેરફાયદા સમજાવશે. બીજું કે એને સ્વદેશી ખાવાના ફાયદા જણાવશે. અને આ ખરાબ ટેવ છોડવા પ્રોત્સાહન આપતા ઇનામો પણ આપવામાં આવશે.
પ્રથમ અને પર્વ ખાસ મિત્રો. કોલેજમાં બંને મળ્યા એને દોસ્તી થઈ ગઈ. અભ્યાસ પૂરો થવાનો હતો એ વખતે પ્રથમે પર્વને પોતાની ઈચ્છા જણાવી. પોતે કઈ ટાઈપ ની સંસ્થા સ્થાપવા માંગે છે એ જણાવ્યું.
પર્વ તરત જ તૈયાર થઈ ગયો. એને પણ ખબર હતી કે જંક ફૂડ કેટલું બધું નુકસાન કરે છે ! બસ હવે તો અમલ કરવાનો હતો. જાહેરાતના કાગળ તૈયાર થઈ ગયા. પહેલાં જાહેરાત આપવામાં આવી. તે પછી એક ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું. શરૂઆતમાં બહુ તકલીફ પડી. કોઈને જરાય રસ ન્હોતો કઈ પણ સાંભળવામાં.
પ્રથમ અને પર્વ મચી પડ્યા. અને હવે ધીરેધીરે લોકો સમજી રહ્યા હતા. પ્રથમ એ હવે થોડી સ્વદેશી વસ્તુઓ બનાવવાનું વિચાર્યુ. ધીરે ધીરે એક એક પગથિયું ચડી રહ્યાં હતાં. દરેકને જાણ થઈ કે ખરેખર સારો ખોરાક કયો છે!
આખા દેશમાં પ્રથમ અને પર્વની નામના થઈ. ધીરે ધીરે રહીને દરેક દેશો પણ એક પછી એક સહમત થયા એને પ્રથમ સાંઠ ગાંઠ કરી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. બસ હવે મેદસ્વીતા ઘટી રહી હતી. માણસો વધુ ને વધુ સ્વસ્થ થઇ રહ્યા હતા.
પ્રથમ અને પર્વને પોતાનું સપનું પૂરું થયા નો ખૂબ આનંદ થતો હતી રહ્યો હતો. જંક ફૂડ ફી દેશ ખરેખર સ્વસ્થ હતો.