STORYMIRROR

Dineshbhai Chauhan

Children Stories Inspirational

3  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સંગઠન એ જ જીવન

સંગઠન એ જ જીવન

2 mins
554

કોઈ એક માણસની વાત છે. તે પોતાના જીવનમાં ખૂબ જ આનંદથી રહેતો હતો. તેને તેના સમાજમાં ખૂબ સન્માનપૂર્વક રહેતો હતો. તેને કોઈ એકવાર વિચાર આવ્યો કે મારે સમાજની કોઈ જરૂર નથી અને તે પોતાના સમાજથી અને સંગઠનથી બહુ દૂર એક વેરાન જગ્યાએ જંગલમાં જતો રહ્યો અને તેનું જીવન એકલવાયું જીવવા લાગ્યો.

               આ વાતની ખબર સમાજના અગ્રણીને થઈ. તેમને ચિંતા થઈ કે આપણા સમાજનો માણસ આપણા જોડે ના રહે અને એકલો વેરાન જગ્યાએ જંગલમાં રહે તે ના ચાલે. ત્યારે સમાજના અગ્રણીને તે જ્યાં એકલો રહેતો હતો. ત્યાં તેના ઘરે ગયા. ત્યારે તે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં એકલો એકલો બેઠેલો અને ઠંડી દૂર કરવા માટે તાપણું કરી રહ્યો હતો અને તે ઠંડીને દૂર કરવા માટે આગની સામે બેસીને તાપી રહ્યો હતો. તેના જોડે સમાજના અગ્રણી જાય છે. ત્યારે પેલો માણસ મનોમન બહુ જ ખુશ થાય કે જો મારા સમાજના અગ્રણીને ને મારી જરૂર પડી એટલે તે સામેથી મારા જોડે આવ્યા. તે તેમની સામે કઈ પણ બોલતો નથી. તેને પોતાના પર ગર્વ થવા લાગ્યું કે સમાજમાં મારું કેટલું બધું મહત્વ છે. તે પોતાની જાતે એકલો એકલો ખુશ થતો હતો.

              ત્યારે સામે સમાજના અગ્રણી પણ હોશિયાર હતા. તેણે જે તાપણું કર્યું હતું. તેમાંથી જ એક સળગતું લાકડું કાઢીને તે તાપણું હતું તેનાથી દૂર મૂકી આવ્યા. પેલો માણસ આ બધું જ જોઈ રહ્યો હતો. તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો હતો અને પોતાની જાતે મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો. પેલા માણસ અને સમાજના અગ્રણી વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી.

             થોડો સમય પસાર થયો અને સમાજના અગ્રણીઓ વડે જે લાકડી દૂર કરવામાં આવી હતી. તે લાકડાની આગ બુઝાવવા લાગી અને તે ધીરેધીરે કાળી પાડવા લાગી. તેનામાં જે આગ હતી તે શાંત થવા લાગી. તેનું સ્વરૂપ બદલાવવા લાગ્યું. તે આગમાંથી હવે કોલસો બનવા લાગ્યો.

            હવે ધીરે રહીને સમાજના અગ્રણી ઊભા થયા અને જે તાપણાંથી દૂર લાકડી મૂકી હતી. તેને લઈને સળગતા તાપણાંમાં મૂકી આવ્યા અને ત્યારબાદ પાછી પેલી જે લાકડી કોલસો થવાની તૈયારીમાં હતો. તે કોલસો પાછો પોતાની આગ પકડી પાડી અને પોતાનો પ્રકાશ ફેલાવવા લાગી ગયો.

           હવે સમાજના અગ્રણીઓ કઈ પણ બોલ્યા વગર પેલા ભાઈ ને જોઈ રહ્યા. ત્યારે પેલા ભાઇએ પોતાની ભૂલ સમજાઈ અને તેને સમાજના અગ્રણીની માફી માગી. તેને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. સમાજ વગર એકલા માણસનું કોઈ અસ્તિત્વ નથી.

            કોઈ પણ સમયે કોઈ કામ હોય કે આગળ જવું હોય ત્યારે સંગઠનનો સાથ સહકાર મળે તો ચોક્કસ સફળ થઈએ છીએ.

             આમ, આપણે પણ આપણા સમાજની એકતા બનાવી અને સંગઠન બનીને જો કોઈ પણ કામ કરવામાં આવે તો કોઈ પણ કાર્ય અઘરું નથી. તમારી જીત ચોક્કસ થતી હોય છે. બસ પોતાના જીવનમાં સંગઠન અને સમાજનો સાથ હોવો જોઈએ.


Rate this content
Log in