Dineshbhai Chauhan

Children Stories Inspirational

4.2  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સંઘર્ષથી સફળતા તરફ

સંઘર્ષથી સફળતા તરફ

2 mins
356


      કોઈ એક દેશની વાત છે. તે દેશમાં ૧૦ વર્ષનો છોકરો ફૂટબોલ બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તેને તેના માતા પિતાને પોતાની ઈચ્છા જણાવી. તેને પોતાના પિતાને કહ્યું કે હું ફૂટબોલર બનવા માગું છું. અને વિશ્વનો પ્રથમ નંબરનો ફૂટબોલર અને ગોલકીપર બનવા માગું છું. તેના માતા-પિતાએ પોતાના બાળકને ફૂટબોલ બનાવવા માટે ટ્રેનીંગની શરૂઆત કરાવી. 

           તે તેના કોચને હંમેશા કહેતો હતો કે સાહેબ હું વિશ્વનો મહાન ફૂટબોલર બનવા માંગુ છું. અને આપણા દેશનો મહાન ક્લબ "રીયલ મેડ્રિડ" તરફથી રમવા માગું છું. 

         કોચે તે બાળકને તેના વિશ્વાસને જોઈને તેને પ્રશિક્ષણ આપવામાં ખૂબ જ રસ લીધો. આ ૧૦ વર્ષનું બાળક શિક્ષણ લેતા લેતા ક્યારે ૨૦ વર્ષનો થઈ ગયો તેની ખબર પણ પડી નહિ અને તેના દસ વર્ષમાં કેટલુંય શિક્ષણ મેળવીને કેટલીય સિદ્ધિઓ મેળવી હતી. તે કમાલની રમતો રમ્યો હતો. અને હવે તેનું સ્વપ્ન પૂરું થવા માટે જઈ રહ્યું હતું.

         હવે "રીયલ મેડ્રિડ"વાળા તે બાળક સાથે કરાર કરવાના હતા. અને તેવા સમયે તે તેના મિત્રો સાથે ગાડીમાં ફરવા માટે ગયો હતો. અને ત્યારે જ તેની ગાડીનો અકસ્માત થયો અને તેને દવાખાને લઈ જવામાં આવ્યો.

       ત્યારે ત્યાંના ડોક્ટરોએ તેના પિતાને જણાવ્યું કે તમારા દીકરાને કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. હવે તમારો દીકરો કોઈ દિવસ ચાલી શકશે નહીં કે ફરી શકશે પણ નહીં. ત્યારે તેની માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે તેનો દીકરો ફૂટબોલર બનવા માગતો હતો. તે રમી શકશે નહીં. તેનું સ્વપ્ન પૂરું થઈ શકશે નહીં. આ વાત તેના માતા-પિતાએ તેના દીકરાને બતાવી અને તે ખૂબ જ દુઃખી થયો.

           તેને દવાખાનામાં ફુલ 18 મહિના રાખવામાં આવ્યો. આવા સમયે તેના મગજના અલગ-અલગ પ્રકારના નકારાત્મક વિચારો આવવા લાગ્યા. પરંતુ તેના પર કાબૂ મેળવીને તેને પોતાનું જીવન કેવી રીતે સફળ બનાવવું તેના હકારાત્મક વિચારો કરવા લાગ્યો.

          ત્યારબાદ તે કવિતાઓ, ગીતો અને ધૂનો લખવા લાગ્યો અને તેને જાતે ગાવા લાગ્યો. તેનું મગજ ધીરે ધીરે ફૂટબોલ તરફથી સંગીત તરફ વાળી દીધું. તેનું જીવન બદલાઈ ગયું હતું.

         પાંચ વર્ષ પછી તેનું સૌ પ્રથમ ગીત આવ્યું જેનું નામ "લાઈફ ગોઝ ઓન ધ સેમ" હતું. આ છોકરો આ ગીતના કારણે ખૂબ જ લોકપ્રિય સંગીતકાર બની ગયો અને તેના ૩૦ કરોડથી પણ વધુ આલ્બમ વેચાઈ ગયા છે. અને અલગ અલગ ભાષાઓમાં ગીતો ગાયેલા પણ છે. આ છોકરાનું નામ છે. "જ્યોલીઓ ગ્લેસિયસ" 

           આમ, આપણા જીવનમાં ગમે ત્યારે પણ કોઈ પણ સમસ્યા આવે તો તેનું નિરાકરણ હોય જ છે. આપણું સ્વપ્ન તૂટી ગયું હોય તો તેને કેવી રીતે સફળ બનાવવું ? જીવનમાં નવું સ્વપ્ન કેવી રીતે જોવું અને તેને સફળ બનાવવા શું કરવું ? તેમાં હકારાત્મક વિચારો હંમેશાં પ્રેરણાદાયક બને છે.


Rate this content
Log in