STORYMIRROR

Dineshbhai Chauhan

Children Stories Inspirational

3  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સંઘર્ષથી સફળતા તરફ

સંઘર્ષથી સફળતા તરફ

2 mins
292

એક સમયની વાત છે. ચોમાસાની ઋતુ હતી. એક દિવસ રાધા નામની યુવતી પોતાના પિતાને લઈ કાર ચલાવતી ચલાવતી લાંબી સફર માટે નીકળી પડી. અચાનક આગળ જતા જ જોરદાર વાવાઝોડું શરૂ થઈ ગયુ.

રાધાએ તેના પિતાને પૂછ્યું કે 'પપ્પા હવે મારે શું કરવું જોઈએ..?' પિતાએ કહ્યું : 'બેટા તું તારે ગાડી ચલાવતી રહે.!'

હવે થોડા આગળ જતાં તોફાન વધ્યું. બીજા બધા લોકો પણ પોતાની ગાડી રોડની બાજુમાં ઊભી રાખવા લાગ્યા હતા.

રાધાએ ફરીથી પિતાને પૂછ્યું : ' પપ્પા હવે મારે શું કરવું જોઈએ..?' પિતાએ ફરીથી એ જ જવાબ આપ્યો.

હવે તેઓ થોડે આગળ ગયા તો ખૂબ જોરદાર વરસાદ આવવા લાગ્યો. મોટી મોટી ગાડીઓ પણ રોડની બાજુમાં ઊભા રહેવા લાગ્યા. 

રાધાએ ફરી પિતાને એ જ પ્રશ્ન પૂછ્યો.પિતાએ માહોલ જોઈ પોતાના અનુભવના આધારે ફરીથી કહ્યું કે 'બેટા ગાડી ધીમે ધીમે ચલાવતી રહે.!'

થોડીવારમાં જ એ લોકો વાવાઝોડા અને વરસાદને પસાર કરીને આગળ નીકળી ગયા. હવે આખા વાતાવરણનો માહોલ શાંત થઈ ગયો. હવે વરસાદ કે પવન પણ ન હતો. 

પિતાએ દીકરીને કહ્યું: 'હવે તું ગાડી રોડની એક બાજુ ઊભી રાખી શકે છે.'

દીકરીએ આશ્ચર્યચકીત થઈને પિતાને પૂછ્યું : 'એવા ભયંકર વાવાઝોડામાં તમે મને કાર થોભાવવાનું ન કહ્યું અને હવે કેમ ઊભી રખાવો છો...?

પિતાએ કહ્યું: 'બેટા, હવે તું પાછળ ફરીને જો. તે વાવાઝોડાનો દ્રઢ મનોબળથી સફળતાપૂર્વક મુકાબલો કર્યો અને તું તેમાંથી પાર ઉતરી ગઈ. બાકીના લોકો હજુ એ વાવાઝોડામાં જ ફસાયેલા છે.

          આમ,આપણે પણ આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવે ત્યારે જ સાચા અને અનુભવી લોકોની સાચી ઓળખ થાય છે.આપણે પણ યોગ્ય સમયને ઓળખી તેનો સફળતાપૂર્વક સામનો કરીને મુશ્કેલીઓનો સામનો આસાનીથી કરી શકીએ એમ છીએ પણ જો મુશ્કેલ સમયમાં હિંમત હારી જાય તો આગળ નથી વધી શકતા. આપણે સતત મહેનત કરતા રહેવુ પડશે.


Rate this content
Log in