Ketan Bagatharia

Others

2  

Ketan Bagatharia

Others

સંદેશ

સંદેશ

1 min
121


  જીવનમાં સુખ કે દુ:ખ, આનંદ કે ઉચ્ચાટ શું જોઈએ છે. તે બાબત દરેક વ્યક્તિની વ્યક્તિગત વિવશતા છે. કારણ કે તે વ્યક્તિના વિવેક પર આધારિત છે. જીવનની ઘણી બાબતોમાં વ્યક્તિગત મત કે અભિપ્રાય કે અહમને સાઈડમાં રાખીને વર્તન કરવામાં આવે તો પરિસ્થિતિ બગડતી નથી.

     એજ રીતે જ્યારે બીજાનો અહમ બાધારૂપ હોય ત્યારે વર્તનમાં ધીરજ ખુબ જરૂરી છે. આના કારણે વ્યક્તિ જીવનની અનિવાર્ય, આવશ્યક કે નાની નાની બાબતમાં કયારેય તકલીફમાં નહીં મૂકાય અને અન્ય ને પણ શાંતિની અનુભૂતિ કરાવશે. 

    કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં પરિસ્થિતિ કે સ્થિતિ બદલી શકતો નથી. પણ આવેલ પરિસ્થિતિ પર કેમ વર્તન કરશે. તેના પર પરિણામ આધારીત છે. ગુસ્સો, અહમ, કે લાગણીવશ પ્રતિક્રિયા અશાંતિ સર્જે છે.


Rate this content
Log in