સંબંધનું મહત્વ
સંબંધનું મહત્વ
કોઈ એક વખતે ગૌતમ બુદ્ધ સભાને સંબોધન કરવા આવ્યા હતા. તે સમયે તેમના હાથમાં એક મોટો રૂમાલ હતો. તે પોતાના આસન પર બેસીને સભાને સંબોધિત કરવાને બદલે તે પોતાના જોડે જે રૂમાલ હતો, તે રૂમાલમાં ગાંઠો મારવા લાગ્યા. તે કંઈ બોલે નહિ. તેથી સભામાં આવેલ તમામ શ્રોતાઓને નવાઈ લાગી. અને તેમને જોઈ રહ્યાં કે ગૌતમ બુધ્ધ આ શું કરે છે ?
ત્યારે બુદ્ધે પોતાના રૂમાલને સાત આઠ ગાંઠો માર્યા પછી તેમને શ્રોતાઓને પૂછ્યું કે આ એ જ રૂમાલ છે કે જ્યારે હું આવ્યો ત્યારે હતો કે તેમાં કોઈ ફેરફાર થયો છે ? એક શ્રોતા ઊભા થઈને કહ્યું કે રૂમાલ તો એ જ છે. પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. બુદ્ધે કહ્યું કે હા, તમારી વાત બરાબર છે. પણ શું હું ઈચ્છું તો આ રૂમાલ પહેલા જેવો થઈ શકે ? શ્રોતાએ કહ્યું પ્રભુ હા, તે પણ શક્ય છે. પણ બસ રૂમાલની બધી જ ગાંઠો છોડી દેવી પડે. એમ કરતાં રૂમાલ પેલા જેવો હતો તેવો થઈ જશે.
બુદ્ધે કહ્યું કે તમારી વાત પણ બરાબર છે. હવે મારે આ રૂમાલની ગાંઠ છોડવી છે. તો હું મારા રૂમાલ બંને છેડા પકડીને ખેચું તો રૂમાલની ગાંઠો છોડી શકે કે નહીં ? એક ભક્તે કહ્યું ત્યારે પ્રભુ રૂમાલની ગાંઠ વધુ મજબૂત થશે. અને ખોલવી પણ ખૂબ જ મુશ્કેલી થશે. તો પછી આ ગાંઠો ખોલવાનો ઉપાય શું ? એક સંન્યાસી ઊભા થઈને કહ્યું કે ભગવાન આ માટે તો પહેલા રૂમાલ લઈને તેને બહુ નજીકથી જોવું પડશે. કે આપણે તે ગાંઠો કેવી રીતે મારી છે. કારણ કે ગાંઠો કેવી રીતે વાળી છે, તેની ખબર ન પડે ત્યાં સુધી ગાંઠો છૂટશે જ નહિ અને વધુ મજબૂત થશે.
ભગવાન બુદ્ધે તમામ સભાજનોને કહ્યું કે બસ, મારે આ જ કહેવું છે કે કેટલાક સંબંધોમાં પડેલી ગાંઠને પણ આ જ રીતે છોડવી જોઈએ. મિત્રો, ઘણી વાર સંબંધોમાં ગેરસમજના કારણે ગાંઠો પડે છે. અને પછી આપણે તેમને સમજ્યાં વગર ખેંચીએ છીએ. અને તેના કારણે સંબંધો સારા થવાની જગ્યાએ વધુ ખરાબ બનતા જાય છે. આ રૂમાલના ગાંઠની જેમ નજીક જઈને જોડવાનો પ્રયત્ન કરીએ તો ગાંઠ છૂટી જાય છે. અને આપણો સંબંધ પહેલાની જેમ સારો થઈ જાય છે.
આમ,આપણે પણ જો કોઈના જોડે સંબંધો બગડયા હોય તો દૂર રહી નહીં પણ નજીક જઈને તે સંબંધોને સુધારવા જોઈએ. સંબંધો સાચવજો તે આપણને કોઈક વાર મદદરૂપ થશે.