સમયનો સાચો ઉપયોગ
સમયનો સાચો ઉપયોગ


એક સમયની વાત છે. કોઈક નગરમાં એક ધનવાન વેપારીને એક દીકરો હતો. તે દીકરો ખૂબ આળસુ હતો. તે સમયની સાથે કોઈ કામ કરતો ન હતો. તે સમયનો સદુપયોગ ન હોતો કરતો. તે સવારમાં વહેલા ઉઠે નહીં. ભણવામાં ધ્યાન આપતો ન હતો.અને હંમેશા પોતાના ભાઈબંધો સાથે રમવા, ફરવામાં અને રખડવામાં પોતાના સમય પસાર કરતો હતો.
તે વેપારી પોતાના દીકરાને હંમેશા સમયનું મૂલ્ય સમજાવતો હતો. તે કહેતો કે બેટા સમય બહુ કીમતી છે. તેને આ રીતે વેડફી ન નાખ. પણ તેનો છોકરો માને નહી. તે છોકરો તેના પિતાને સમજાવ્યા પછી પણ છોકરાએ સમયનો બગાડ કરવાનું ચાલુ રાખ્યો. ત્યારે તે વેપારીએ પોતાના મિત્રને વાત કરી તેના મિત્રાએ વેપારીને એક ઉપાય બતાવ્યો.
એક દિવસ તેણે તેના દીકરા પાસે એક ડોલ અને દોરડું મંગાવ્યું. દીકરાએ તેના પિતાને ડોલ અને દોરડું લાવી આપ્યું. પિતાએ ડોલના છેડા સાથે બહુ જ મજબૂતાઈથી દોરડું બાંધ્યું. અને પછી પોતાના ખેતરમાં લઈને ગયો ત્યાં કૂવામાં ડોલ નાખી. એટલે જેવી ડોલ ભરાઈ ગઈ એટલે પિતાએ દોરડું ખેંચીને ઉપર લાવ્યા. ત્યારબાદ પાણીથી ભરેલી જેવી ડોલ ઉપર આવી કે તરત જ તેના પિતાએ તેને પાછી કૂવામાં ખાલી કરી દીધી.
પિતાએ ફરીથી તે ડોલ કૂવામાં નાખી અને ડોલ ભરાઈ જાય એટલે ઉપર લાવે અને પાછી ખાલી કરી ફરીથી કૂવામાં નાખે. આ દ્રશ્ય તેનો દીકરો જોઈ રહ્યો હતો. પહેલા તો દીકરાને મન એમ હતું કે પાણીમાં કંઈક કચરા જેવું હશે એટલે ખાલી કરી હશે. પરંતુ વારંવાર પિતા આવું કરતા હોવાના કારણે દીકરાને ખૂબ નવાઈ લાગી. અને તેના પિતાએ પાંચ-છ વાર આવું કર્યું. તેના પિતા મહેનત કરીને પાણીની ડોલ બહાર લાવતાં અને પાછી કૂવામાં ઊતારી દેતા.
આખરે છોકરાથી ના રહેવાયું. તેને કહ્યું, "પિતાજી પાણી ભરેલી ડોલ પાછી કૂવામાં રેડી તમે શું નકામી મહેનત કરી રહ્યા છો ? આમ, તો પાણી પણ નથી ભરાતું અને તમે તમારો સમય પણ બગાડો છો." જેવા દીકરો બોલ્યો કે તરત જ તેના પિતાએ જવાબ આપ્યો કે "બેટા, તારા કામમાં પણ આવું જ થાય છે. તો પણ તારા જીવનનો ખૂબ જ કીમતી સમય નકામો વેડફી નાખે છે. જેનાથી તારા જીવનમાં કોઈ મહત્ત્વનું કામ કરી શકતો નથી. તો સમયનો સદુપયોગ કર બેટા."
આ વાક્ય સાંભળીને દીકરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને એ જ સમયથી તેને પોતાના પિતાને વચન આપ્યું કેમ હું હવે સમય નો સદુપયોગ કરીશ. આમ, આપણે પણ પોતાના જીવનમાં જે કામ જરૂરી છે. તે સમયે કરતાં નથી અને પોતાનો સમય ઊંઘ,આરામ અને વાતોમાં વેડફી દઈએ છીએ.